ફેબ્રુઆરી -2025ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે
GSEB SSC Registration Form 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ વર્ષે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં યોજવામાં આવી રહી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા મોટેભાગે માર્ચ મહિનામાં યોજાતી હોય છે. દર વર્ષની સરખામણીએ આ વખતે બોર્ડની પરીક્ષા વહેલી લેવાઈ રહી છે. ત્યારે આજે રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.
આજે બોર્ડ દ્વારા ધો.10 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના ઓનલાઇન ફોર્મ ભરવા અંગેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અનુસાર 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ઓલાઇન ફોર્મ ભરી શકાશે. જેના માટે બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે.
https://hscsciexamreg.gseb.org/
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ધો. 10 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025થી યોજાનારી બોર્ડની પરીક્ષાના ફોર્મ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી ભરી શકાશે. આ પરીક્ષા ફોર્મ નિયત કરેલી રેગ્યુલર ફી સાથે ઓનલાઇન 22 ઓક્ટોબર 2024 થી 30 નવેમ્બર 2024 સુધીમાં ધોરણ-10 તથા ધો. 12ના તમામ પ્રકારના (નિયમિત, રિપીટર, પૃથ્થક, GSOS નિયમિત તથા GSOS રિપીટર) વિદ્યાર્થીઓ રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકશે. જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.