સેન્સેક્સ દિવસનાં અંતે 619 અંક ગગડ્યો, નિફ્ટીમાં પણ 72 પોઈન્ટનો ઘટાડો
ભારતીય શેરબજાર આજે એટલે કે, 21 ઑક્ટોબરે સોમવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 400 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. કારોબારના પહેલા દિવસે છેલ્લી ઘડીએ થોડો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 73 પોઈન્ટ ઘટીને 81,151 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 72 પોઈન્ટ ઘટીને 24,781ના સ્તર પર બંધ થયો હતો.
આજે માર્કેટની શરૂઆતે સેન્સેક્સ 546 પોઈન્ટના વધારા સાથે 81,770 ના સ્તર પર ખુલ્યો હતો. આજે બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા કન્ઝ્યુમર શેર 7.08% અને કોટક બેંકના શેર 4.73% ઘટ્યા.
રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
શેરબજારમાં આજે ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 453.27 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 458.21 લાખ કરોડ હતું. મતલબ કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.
વધનારા-ઘટનારા શેર
FMCG અને IT શેરોમાં વેચવાલીથી માર્કેટમાં આ મોટો ઘટાડો થયો છે. ઘટતા શેરોમાં કોફોર્જ 5.55 ટકા, વોડાફોન આઇડિયા 5.54 ટકા, MRPL 4.79 ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ 4.54 ટકા, IOB 4.23 ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ 4.11 ટકા, પોલિકેબ 3.97 ટકા, બંધન બેન્ક 3.95 ટકા, SBI બેન્ક 3.95 ટકા, S43 ટકા, કાર બેન્ક 3.95 ટકા. ઘટાડો બંધ થવા આવ્યો છે. વધતા શેરોમાં ટાટા કેમિકલ્સ 8.77 ટકા, ઓબેરોય રિયલ્ટી 2.99 ટકા, મઝગાંવ ડોક્સ 2.84 ટકા, BSE 1.76 ટકા, મેક્સ હેલ્થ 1.34 ટકા, પતંજલિ 0.79 ટકાના વધારા સાથે બંધ થયા છે.
શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી
આ અગાઉ શુક્રવારે એટલે કે 18મી ઓક્ટોબરે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 218 પોઈન્ટના વધારા સાથે 81,224 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 104 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,854ના સ્તરે બંધ થયો હતો.નોંધ: સ્ટોરી સતત અપડેટ થઈ રહી છે.
એશિયન બજારોમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.07% ઘટ્યો છે. જ્યારે કોરિયાનો કોસ્પી 0.43% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.20%ના વધારા સાથે બંધ રહ્યો હતો.
- 18 ઓક્ટોબરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.08% વધીને 43,275 પર અને Nasdaq 0.63% વધીને 18,489 પર બંધ થયો હતો. S&P 500 પણ 0.40% વધીને 5,864 થયો.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 18 ઓક્ટોબરે ₹5,485 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹5,214 કરોડના શેર ખરીદ્યા હતા.