લોરેન્સ બિશ્નોઈ જે મંદિરમાં સલમાન ખાનને માફી મંગાવવા માંગે છે, જાણો શું છે તે બિશ્નોઈ મંદિરની ખાસિયત

Bishnoi-mukam-temple

સલમાન ખાનનું નામ વર્ષ 1998માં કાળા હરણ શિકાર કેસમાં સામે આવ્યું હતું અને એ સમયથી જ બિશ્નોઈ સમુદાયે સલમાન ખાનનો વિરોધ શરૂ કર્યો હતો.

એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ અભિનેતા સલમાન ખાનના જીવને ખતરો છે. લોરેન્સ બિશ્નોઈ સલમાનખાન પર કોઈ પણ કિંમતે હુમલો કરીને તેની હત્યા કરાવી શકે છે. પરંતુ લોરેન્સ બિશ્નોઈએ સલમાનખાનને માફ કરવા માટે એક શરત મૂકી છે.

લોરેન્સ બિશ્નોઈએ એવી શરત રાખી છે કે જ્યાં સુધી સલમાન ખાન બિશ્નોઈ સમાજ પાસે માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. સલમાન બિશ્નોઈ સમુદાયના મુખ્ય મંદિર (મુક્તિધામ મુકામ)માં માથુ નમાવીને માફી માંગે તો લોરેન્સ બિશ્નોઈ તેને માફ કરી દેશે.

હવે જાણો કે લોરેન્સ બિશ્નોઈ જે મંદિરમાં સલમાન ખાનને માફી મંગાવવા માંગે છે તે બિશ્નોઈ મંદિરની ખાસિયત શું છે.

જાણકારી અનુસાર, અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બૂડિયાનું કહેવું છે કે, જો સલમાન ખાન બિશ્નોઈ સમાજ પાસે માફી માંગી લે છે તો આ મામલો સામાન્ય રીતે સમાપ્ત થઇ શકે છે.

લોરેન્સ બિશ્નોઈ ઈચ્છે છે કે સલમાન જ્યાં માથું નમાવે તે બીજું કોઈ નહીં પણ રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત એક પ્રખ્યાત મંદિર છે. એક ઈન્ટરવ્યુમાં લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે ‘જો સલમાન રાજસ્થાનના બિકાનેરમાં બિશ્નોઈ સમુદાયના મુખ્ય મંદિર (મુક્તિધામ મુકામ)માં આવે છે અને તેમના ઈષ્ટદેવની આગળ માથું ટેકવે છે અને માફી માંગે છે, તો બિશ્નોઈ સમુદાય તેના 29 નિયમો હેઠળ તેને માફ કરશે. ‘

‘મુક્તિધામ મુકામ મંદિર’નું બિશ્નોઈ સમુદાય માટે ઘણું મહત્વ છે. એટલા માટે આ મંદિરને બિશ્નોઈ સમુદાયનું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર નોખા તહસીલના મુકામ ગામમાં છે. તે નોખાથી લગભગ 16 કિલોમીટર અને બિકાનેર જિલ્લા મુખ્યાલયથી 63 કિલોમીટર દૂર છે.

જાણીતું છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998માં, ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન જોધપુરના ભવાદ ગામ તરફ કલાકારો સાથે શિકારમાં ગયો હતો. જ્યાં એમને રાત્રે કાળા હરણનો શિકાર કર્યો હતો. આ દરમિયાન ગામના લોકો રાત્રે દોડી આવ્યા અને કારમાંથી સલમાન ખાનને લોકો ઓળખી ગયા હતા બાદમાં તેમની સામે કોર્ટમા કેસ નોંધાયો હતો.

બિશ્નોઈ સમુદાય માટે કાળા હરણનું વિશેષ મહત્વ છે કારણ કે તેની પૂજા કરવામાં આવે છે. આ જ કારણ છે કે લોરેન્સ સલમાનને મારવા માંગે છે.