બે લોકોએ સપનામાં વાતચીત કરી, હોલિવૂડની ફિલ્મ ‘ઇનસેપ્શન’માં બતાવાયું હતું તે હવે સત્ય બની ગયું

dream-communication

શું બે વ્યક્તિ સપનામાં એકબીજા સાથે વાત કરી શકે છે? તમને લાગશે કે આ ફિલ્મની વાર્તાની જેમ કાલ્પનિક છે, પરંતુ હકીકત એ છે કે વાસ્તવિક જીવનમાં હવે આ શક્ય છે. વિજ્ઞાનીઓએ સ્વપ્ન જોતી વખતે બે લોકો માટે એકબીજા સાથે “વાત” કરવાનું શક્ય બનાવ્યું છે.

ઈન્ટિસ્ટ્સે એક એક્સપેરિમેન્ટમાં એક વ્યક્તિએ જોયેલા સપનાને બીજા વ્યક્તિના સપનામાં ટ્રાન્સમિટ કરવામાં સફળતા મેળવી છે. આ પ્રયોગથી વૈજ્ઞાનિકોએ એક સ્વપ્ન દરમિયાન વ્યક્તિઓ વચ્ચે પ્રથમ દ્વિ-માર્ગીય સંચાર કરીને વૈજ્ઞાનિક વાતને વાસ્તવિકતાથી એક પગલું નજીક લાવ્યા છે. આમાં વૈજ્ઞાનિકોએ પહેલા એક વ્યક્તિના સપનાને ‘રેકોર્ડ’ કર્યા અને પછી તેને બીજા સુતેલા વ્યક્તિ સુધી પહોંચાડ્યા.

અમેરિકન સ્ટાર્ટઅપ REMspace દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. REM એટલે કે રેપિડ આઇ મૂમેન્ટ. આ કંપની રેપિડ આઇ મૂમેન્ટ સ્લીપ પર ફોકસ કરે છે અને એમાં સંશોધન કરે છે. આ સ્ટડીમાં વ્યક્તિ અર્ધજાગૃત અવસ્થામાં હોય છે. એટલે કે તેને ભાન હોય છે કે તે સપનું જોઈ રહ્યાં છે, પરંતુ તેમ છતાં તેઓ સપનું જોતા હોય છે. કંપનીનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્યમાં મદદ કરવા અને નવા કૌશલ્ય શીખવવા જેવા ઘણી રીતે ઉપયોગમાં આવી શકે છે. વૈજ્ઞાનિકો પોતાની આ સફળતાથી ઉત્સાહિત છે.

બે વ્યક્તિઓ પર કરાયો પ્રયોગ
આ પ્રયોગ એવી વ્યક્તિઓની વચ્ચે કરવામાં આવ્યું છે જેઓ તેમના પોત-પોતાના ઘરમાં સૂતા હતા. તેમના બ્રેઇન વેવ અને અન્ય સ્લીપ ડેટાને એક ડિવાઇસ દ્વારા મોનિટર કરવામાં આવી રહ્યું હતું. પહેલી વ્યક્તિ જ્યારે અર્ધજાગૃત અવસ્થામાં જાય છે ત્યારે તે એક અલગ દુનિયામાં પહોંચી જાય છે. ઇયરબડ્સ દ્વારા તેને તમામ માહિતી પહોંચાડવામાં આવે છે. આ દુનિયાને એટલે કે સપનાને રેકોર્ડ કરવામાં આવે છે અને સર્વર તેને ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગ કરવા માટે સેવ કરે છે.

કંપનીએ દાવો કર્યો હતો કે REMspace એ બે વ્યક્તિઓને સાદા ડ્રીમીંગ કરતી વખતે સફળતાપૂર્વક એક સરળ સંદેશાની આપ-લે કરવાની મંજૂરી આપવા માટે ‘ખાસ રીતે ડિઝાઇન કરેલા સાધનો’નો ઉપયોગ કર્યો હતો.

સપનામાં કરેલી પહેલી વાતચીત
પહેલી વ્યક્તિ જે અર્ધજાગૃત અવસ્થામાં ગઈ હોય તેની આઠ મિનિટ બાદ અન્ય વ્યક્તિ એવી અવસ્થામાં જાય છે અને તેને પહેલી વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરેલો મેસેજ મળે છે. આ બીજી વ્યક્તિ જ્યારે જાગે છે ત્યારે તેને એ મેસેજ પૂછવામાં આવે છે અને એ પહેલી વ્યક્તિએ મોકલ્યો હોય એ જ હોય છે. જોકે એ બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત નહોતી થઈ. આ સપનામાં કરેલી પહેલી વાતચીત છે. આ પ્રકારની વાતચીત હોલિવૂડની ફિલ્મ ‘ઇનસેપ્શન’માં દેખાડવામાં આવી હતી, જે હવે સત્ય બની ગયું છે.

કંપની ટેક્નોલોજીને વધુ એડ્વાન્સ બનાવવા પ્રયત્ન કરી રહી છે
REMspaceએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજીની હજુ સુધી વૈજ્ઞાનિકો દ્વારા સમીક્ષા કરવામાં આવી નથી. પરંતુ જો તે માન્ય કરવામાં આવે તો તે ઊંઘ સંશોધન માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આ સફળતા બાદ REMspace કંપની તેમની ટેક્નોલોજીને વધુ એડ્વાન્સ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે જેથી વધુ સારું રિઝલ્ટ મળી શકે. આ કંપનીનો ટાર્ગેટ હવે સપનામાં રિયલ-ટાઇમ કમ્યુનિકેશન કરવાનો છે. આગામી થોડા મહિનાઓમાં તેઓ આ પરિણામ પણ મેળવી લેશે એવી તેમને ખાતરી છે. સાયન્સ ફિક્શન હવે રિયાલિટી બની રહ્યું છે.

પ્રોડક્ટ લોન્ચ
REMspace કંપની 2025માં આ પ્રોડક્ટને માર્કેટમાં મૂકવાનું વિચારી રહી છે. આ ડિવાઇસ દ્વારા યુઝર્સ તેમની EEG (Electroencephalogram), EOG (Electrooculography), અને EMG (Electromyography)ને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ચેક કરી શકશે. કંપનીનું માનવું છે કે સપનામાં આપણે કેવી રીતે કમ્યુનિકેટ કરી શકીએ છીએ તે વિશેની વિચારધારા આ ડિવાઇસ દ્વારા બદલાઈ જશે.