ગુજરાત સરકારે નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી, 30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના, 564 કરોડના વિકાસકાર્યોની ભેટ

textile-policy-2024

કેપિટલ સબસિડી 10થી 25% અને પાવર સબસિડી યુનિટદીઠ 1 રૂપિયો કરાઈ, ગ્રામીણ મહિલાઓને વધુ વેતન મળે એનું ધ્યાન રખાયું

Textile Policy-2024: ગુજરાત સરકાર દ્વારા આજે ટેક્સટાઈલ પોલિસી 2024 જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ પોલિસી હેઠળ 10થી 35 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. વ્યાજ પર સબસિડી જૂની પોલિસીમાં 5 થી 6 ટકા હતી, તે 5થી 7 ટકા કરવામાં આવી છે. જ્યારે પાવર સબસિડી યુનિટદીઠ 1 રૂપિયો કરાઈ છે. ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરવામાં આવી
ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરવામાં આવી છે. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરાયું હતું.

જીઆઈડીસીના 564 કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં નવી ટેક્સટાઈલ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવાની સાથે જીઆઈડીસીના 564 કરોડના વિવિધ વિકાસ કામોનું આજે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં 5500 યુનિટ્સને રૂ. 1 હજાર કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે.

રૂ. 30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના
વર્ષ 2012માં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં 35 હજાર કરોડનું રોકાણ થયું હતું. આ પોલિસીને કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળ્યો. આજે ટેક્સટાઈલ પોલિસી 2024 જાહેર કરી છે. નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રાખવામાં આવ્યું છે. નવસારીમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બની રહ્યું છે. નવી પોલિસીમાં કરાયેલા ફેરફારોના આધારે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રીમાં રૂ. 30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના ધરાવે છે.

પહેલી વખત 25 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ
વર્ષ 2019માં ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઈલ પોલિસી જાહેર કરાઈ હતી. જે પાંચ વર્ષ માટે હતી. 31 ડિસેમ્બર-2023ના રોજ ટેક્સટાઈલ પોલિસી લેપ્સ થઈ ગઈ હતી. જેમાં કેપિટલ સબસિડીની જોગવાઈ ન હતી. વ્યાજ પર સબસિડી અને પાવર પર સબસિડી આપવામાં આવી હતી. આ વખતે પહેલી વખત સરકારે 25 ટકા કેપિટલ સબસિડીની પણ જોગવાઈ કરી છે. ઉદાહરણ તરીકે જો કાપડ ઉદ્યોગકારે 100 રૂપિયાનું રોકાણ ટેક્સટાઈલ પાછળ કર્યું હોય તો રૂ.40 સરકાર દ્વારા સબસિડી રૂપે આપવામાં આવશે.

કેપિટલ સબસિડીઃ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને eFCI ના 10 ટકાથી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી મળશે. જેમાં તાલુકાની શ્રેણી અને કામગીરીના આધારે મહત્તમ રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે.

નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી હતી. જેના મુજબ 2 હજાર થી 5 હજાર પે રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી આપવામાં આવશે, જ્યારે 7 ટકા સબસિડી 8 વર્ષ માટે આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.