ખેડા જિલ્લાનાં માતરમાં આધેડે 8 થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું

chandrakant-kheda

છેલ્લા એક વર્ષથી અડોશપડોશમાં રહેતી નાની કુમળી વયની દીકરીઓને ચોકલેટ, બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો એ બાદ દુષ્કર્મ આચરતો હતો.
આરોપી વિરુદ્ધ BNS 65 (2) તેમજ પોસ્કો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. એક બાદ એક દુષ્કર્મનાં કિસ્સાઓ ઉજાગર થઈ રહ્યા છે. ત્યારે હવે ખેડા જિલ્લાના વસો પંથકમાં આવેલ માતરથી દુષ્કર્મની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આધેડે છેલ્લા એક વર્ષમાં ચોકલેટની લાલચ આપી એક પછી એક એમ 4 બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમે આરોપીની ધરપકડ કરી છે. તેમજ તેના વિરુદ્ધ BNS 65 (2) તેમજ પોસ્કો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લાના માતરમાં આધેડે પોતાની આસપાસ રહેતી સગીર વયની ચાર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એક બાદ એક એમ 8 થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 4 બાળકીઓ પૈકી એક બાળકીએ માતાને આ વાતની જાણ કર્યા બાદ માતાએ પોલીસ ફરિયાદ કરી હતી.

હાલમાં મળતી માહિતી અનુસાર આધેડે બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યા બાદ વિડીયો પણ ઉતાર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.

ખેડા એસપી રાજેશ ગઢીયાનું કહેવું છે કે ‘ફરીયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો છે અને તેની પૂછપરછ કરાઈ રહી છે. આરોપીનું નામ ચંન્દ્રકાંત પટેલ (54 વર્ષ) છે. અને તે પોતે એકલવાયું જીવન ગાળતો હતો અને પોતે પેઈન્ટીગનું કામ કરે છે.

છેલ્લા એક વર્ષથી આ ચંન્દ્રકાંત પોતે ગામમાં પોતાના અડોશપડોશમાં રહેતી નાની કુમળી વયની દીકરીઓને ચોકલેટ, બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો એ બાદ દુષ્કર્મ આચરતો હતો. તાજેતરમાં એક બાળકીના માતાને જાણ થતાં સમગ્ર મામલો ઉજાગર થયો હતો. જે બાદ તપાસ કરતા અન્ય 3 જેટલી કુમળી બાળાઓ પર આ રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આ બનાવમાં તમામ કડીઓ જોડી પુરાવા મેળવવામાં આવ્યા છે. પોલીસે તેનો મોબાઈલ કબ્જે લીધો છે. જેમાં અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા છે. પોલીસ ફોરેન્સિક અને સાયન્ટિફિક રીતે સમગ્ર મામલે તપાસ કરાવશે. બીજી તરફ પીડીત બાળીકીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે.