વડોદરા સગીરા ગેંગરેપ કેસનાં આરોપીઓનાં ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે ફરી કોર્ટમાં હાજર કરાશે

vadodara-gangrap-aaropi1

તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવે એવી શક્યતા

વડોદરામાં ભાયલીમાં સગીરા પર થયેલ ગેંગરેપ કેસના આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા આજે સાંજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. ત્યારે આરોપીઓની પૂછપરછ દરમિયાન શું વધુ ખુલાસાઓ થયા છે, તે અંગે હજુ કોઈ મોટા ખુલાસાઓ થઈ શકે છે. આ તમામ પાંચ આરોપીઓને કોર્ટ દ્વારા સેન્ટ્રલ જેલમાં મોકલવામા આવે તેવી શક્યતા છે.

જિલ્લા પોલીસ દ્વારા નરાધમો મુમતાજ ઉર્ફ આફતાબ સૂબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરુખ કિસ્મતઅલી બનજારા તેમજ સૈફઅલી બનજારા અને અજમલ બનજારાના ચાર દિવસના રિમાન્ડ મેળવી કડક પૂછપરછ કરી હતી. આ તપાસ માટે બનાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા દુષ્કર્મ કેસના તમામ પુરાવા એકત્ર કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

આરોપીઓએ પીડિતાનો ફોન જુટવી મોબાઈલનું સીમકાર્ડ અને મોબાઈલ ફેંકી દીધા હતા. જેને પોલીસે તપાસ કર્યા બાદ પણ ન મળી આવ્યા. તો આ સાથે જ પોલીસ દ્વારા પાંચે નરાધમોના મોબાઇલ ફોન ચેક કરતા મોબાઈલમાંથી મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. તો આ સાથે જ આરોપીઓએ અમુક ડેટા ડીલીટ કર્યા હોવાની આશંકાના પગલે પોલીસે તમામ આરોપીઓના મોબાઈલ ફોન એફએસએલમાં મોકલ્યા છે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા દુષ્કર્મ કેસના તમામ પુરાવા એકત્ર કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ લગભગ તૈયાર કરી દેવામાં આવી છે. આ ચાર્જશીટ આરોપીઓ જેલમાં ગયા બાદ 48 કલાકમાં ચાર્જશીટ રજૂ કરી દેવાની તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.

સગીરા દુષ્કર્મ કેસમાં 3 નરાધમ- મુન્ના બનજારા, મુમતાજ બનજારા અને શાહરુખ બનજારા સહિત 5 આરોપીને દાખલારૂપ સજા અપાવવા માટે સરકાર દ્વારા વડોદરાના સિનિયર વકીલ શૈલેષ પટેલ અને સુરતના સરકારી વકીલ નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે.

કોર્ટે આરોપીઓને અગાઉ બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. બે દિવસના રિમાન્ડ દરમિયાન કેટલાક પુરાવા એકઠા કરવા માટે વધુ રિમાન્ડની જરૂર હોવાથી પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. પરંતું કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

શું હતો સમગ્ર બનાવ?
નવરાત્રીના બીજા નોરતે ગરબા રમવા માટે ઘરેથી નીકળેલી સગીરા ભાયલી ટી.પી રોડ પર પોતાના મિત્ર સાથે બેઠી હતી. આ દરમિાયન બે બાઈક પર 5 જેટલા શખ્સો આવ્યા હતા. જેમણે પહેલા સગીરા અને તેના મિત્ર સાથે ઝઘડો કર્યો અને બાદમાં બે બાઈક સવાર ત્યાંથી જતા રહ્યા હતા. બાકીના 3 બાઈક સવારમાંથી એક શખ્સે સગીરાના મિત્રને અટકાવી રાખ્યો અને અન્ય બે શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેઓ પીડિતાનો ફોન ઝુંટવીને ત્યાંથી ભાગી ગયા હતા.