ટ્રેન્ટ જુડિયો અને વેસ્ટસાઇડના માલિક છે. તેમના નેતૃત્વ હેઠળ છેલ્લાં 10 વર્ષમાં કંપનીના શેરમાં 6,000%થી વધુનો વધારો થયો છે.
રતન ટાટાના અવસાન બાદ ગ્રુપના સૌથી મોટા સ્ટેકહોલ્ડર ‘ટાટા ટ્રસ્ટ’ની કમાન સાવકા ભાઈ નોએલ ટાટાને સોંપવામાં આવી છે. શુક્રવારે ટાટા ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 67 વર્ષના નોએલ ટાટા, રતન ટાટાના સાવકા ભાઈ છે અને ઘણાં વર્ષોથી ટાટા ટ્રસ્ટ સહિત ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા છે.
નોએલ ટાટા પહેલાથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. નોએલ ટાટા તેમના પારિવારિક જોડાણો અને ગ્રુપની કેટલીક કંપનીઓમાં સામેલગીરીને કારણે ટાટા વારસાને આગળ ધપાવવા માટે મજબૂત દાવેદાર હતા. આજે 11 ઓક્ટોબરના રોજ ઘણી કંપનીઓના શેરમાં 5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. નોએલ ટાટા 2024થી ટ્રેન્ટના ચેરમેન છે. આ વર્ષે કંપનીના શેરના ભાવમાં 170 ટકાનો વધારો જોવા મળ્યો છે.
2014 થી તેઓ ટ્રેન્ટ લિમિટેડના ચેરમેન છે. ટ્રેન્ટ જુડિયો અને વેસ્ટસાઇડના માલિક છે. તેમના નેતૃત્વ હેઠળ છેલ્લાં 10 વર્ષમાં કંપનીના શેરમાં 6,000%થી વધુનો વધારો થયો છે.
શુક્રવારે ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નોએલ ટાટાના નામની પુષ્ટિ કરવામાં આવી હતી. આ નિર્ણયની અસર ટાટા ગ્રુપની કંપનીઓના શેર પર પડી છે. ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા કેમિકલ્સ, ટ્રેન્ટ, રેલીસ ઈન્ડિયાના શેરમાં ઉછાળો ચાલુ છે. તમને જણાવી દઈએ કે, ટાટા ટ્રસ્ટની બોર્ડ મીટિંગ શુક્રવારે સવારે મળી હતી. જેમાં નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે ચૂંટાયા હતા.
આજે સવારે ટાટા ટ્રસ્ટની બોર્ડ મીટિંગમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેના ઉત્તરાધિકારી તરીકે નોએલ ટાટાને પસંદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની કુલ ભાગીદારી 65.90 ટકા છે. જ્યારે મિસ્ત્રી 18.40 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા ગ્રુપની અડધો ડઝન કંપનીઓ 12.87 ટકા હિસ્સો ધરાવે છે.
ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળા બાદ કંપનીના શેરની કિંમત 7269.85 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. બજાર બંધ સમયે કંપનીના શેરની કિંમત 7042.50 રૂપિયાના સ્તરે હતી. ટ્રેન્ટનો શેર 3.4 ટકાના ઉછાળા બાદ રૂ. 83.09.20ના સ્તરે પહોંચ્યો હતો. રેલીસ ઈન્ડિયાના શેરમાં 2.5 ટકા અને ટાટા કેમિકલ્સના શેરમાં 2.9 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓમાં ટાઇટનના શેરમાં એક ટકા, ટાટા કોમ્યુનિકેશનના શેરમાં 2 ટકા અને તેજસ નેટવર્કના શેરમાં 1.9 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.