જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી, ઓમર અબ્દુલ્લા બનશે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી

congress-gathbandhan

બહુમતી મળ્યા બાદ ફારુક અબ્દુલ્લાનું મોટુ નિવેદન: જમ્મુ કાશ્મીરની કમાન હવે ઓમર અબ્દુલ્લાના હાથમાં

જમ્મુ અને કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં 90 સીટ પર મતદાન થયું હતું, જેની મત ગણતરી પૂર્ણ થવાના આરે છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકાર બનતાં જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં પણ નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની જંગી બહુમતી જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બડગામ બેઠક પરથી જીત નોંધાવી છે. ત્યારે આ વચ્ચે હવે નેશનલ કોન્ફરન્સના નેતા ડૉ. ફારુક અબ્દુલ્લાએ મોટું એલાન કરતાં કહ્યું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.

નેશનલ કોન્ફરન્સનાના ઉપાધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ આજે જાહેરાત કરી છે કે જમ્મુ અને કાશ્મીરના આગામી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હશે. જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સન-કોંગ્રેસ 46 સીટ પર આગળ છે. ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના-કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી.

ફારુક અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, ‘લોકોએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. હું તમામ લોકોનો આભારી છું કે, લોકોએ ચૂંટણીમાં ભાગ લીધો. અલ્લાહનો આભાર છે કે, પરિણામ તમારી સામે છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.’

જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% મતદાન થયું હતું. 10 વર્ષ પહેલા 2014માં યોજાયેલી ચૂંટણીમાં 65% મતદાન થયું હતું. આ વખતે 1.12% ઓછું મતદાન થયું હતું.

5 ઓક્ટોબરે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનસી-કોંગ્રેસ સરકારને 5 સર્વેમાં બહુમતી આપવામાં આવી હતી. 5 એક્ઝિટ પોલે ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. એટલે કે નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો કિંગમેકર બનશે.