રોકાણકારો માટે આ સપ્તાહ ખરાબ રહ્યું, સેન્સેક્સ 4100 પોઈન્ટ તૂટ્યો, 16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

sensex-down

કારોબારના છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 808 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ ડૂબ્યાં

રોકાણકારો માટે આ સપ્તાહ ઘણું ખરાબ રહ્યું છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 4100 પોઈન્ટ તૂટ્યો હતો. જેના કારણે રોકાણકારોને લગભગ 16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા મડાગાંઠની શેરબજારો પર પ્રતિકૂળ અસર થઈ છે. તે જ સમયે, ચીનના સ્ટીમ્યુલસ પેકેજે ભારતીય શેરબજારને પણ આંચકો આપ્યો છે.

ગુરુવારે સેન્સેક્સમાં 1769 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 809 પોઈન્ટનો ઘટાડો થયો હતો. નિફ્ટીએ આજે ​​1 ટકાના ઘટાડા બાદ 25,000ની નીચે ટ્રેડિંગ શરૂ કર્યું છે. છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ 4149 પોઈન્ટ તૂટ્યો છે. જેના કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 15.9 કરોડ ઘટીને રૂ. 461.26 લાખ કરોડ થયું હતું. તમને જણાવી દઈએ કે, જૂન 2022 પછી સેન્સેક્સ અને નિફ્ટી માટે આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું છે. આ સપ્તાહે સેન્સેક્સમાં 4.3 ટકા અને નિફ્ટીમાં 4.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

સેન્સેક્સ પેકમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાયનાન્સ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, ITCના શેરોમાં સૌથી વધારે ઘટાડો થયો હતો.

જોકે, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, TCS, અને HDFC બેન્કના શેરોમાં એકંદરે મજબૂત સ્થિતિ જોવા મળી હતી. વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા ગઈકાલે રૂપિયા 15,243.27 કરોડની જંગી વેચવાલી કરી હતી.

BSE સેન્સેક્સ 808.65 પોઇન્ટ એટલે કે 0.98 ટકા ગગડી 81,688.45 રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં 81,532.68 અને ઊંચામાં 83,368.32 વચ્ચે 1,835.64 પોઇન્ટની અફરા તફરી નોંધાવી હતી.