શિંદેથી નારાજ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી લગાવી છલાંગ, બિલ્ડિંગમાં લાગેલી સેફ્ટી નેટનાં લીધે બચી ગયા

narhari-zirwal

તેઓ ધનગર સમાજને એસટી ક્વૉટામાંથી અનામત આપવાનો વિરોધ કરી રહ્યા હતા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને ધારાસભ્ય નરહરી ઝિરવાલ, જેઓ મહારાષ્ટ્ર એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર છે, તેમણે આજે મહારાષ્ટ્ર મંત્રાલયના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો હતો. રાહતની વાત એ છે કે તે બિલ્ડિંગમાં લાગેલી સેફ્ટી નેટનાં કારણે તેઓ બચી ગયા હતા. આ ઘટના બાદ મંત્રાલયમાં કામકાજ ઠપ થઈ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમને જણાવી દઈએ કે નરહરી ઝિરવાલ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પણ છે.

વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર ઉપરાંત એનસીપીના ધારાસભ્ય નરહરિ જીરવાલ, બહુજન વિકાસ આઘાડીના ધારાસભ્ય રાજેશ પાટીલ અને ભાજપના સાંસદ હેમંત સાવરા પણ આદિવાસી સમુદાયમાંથી આવે છે. આદિવાસી સમુદાયના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોના જૂથે શુક્રવારે રાજ્ય સરકારના મુખ્યાલય મંત્રાલયમાં વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળી ન શકવાને કારણે નારાજ થતા આ બધા ધારાસભ્યો બિલ્ડિંગની અંદર આત્મહત્યાના પ્રયાસોને રોકવા માટે લગાવવામાં આવેલી સુરક્ષા નેટમાં કુદી પડ્યા હતા.

આ તમામ લોકો PESA કાયદા હેઠળ આદિવાસી યુવાનોની ભરતી પરના પ્રતિબંધને હટાવવાની માંગ કરી રહ્યા હતા. તેઓ ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) ક્વોટામાં અનામત આપવાના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા હતા.

નરહરિ ઝિરવાલે મુખ્યમંત્રી શિંદેને મળ્યા પહેલા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો સીએમ અમારી વાત નહીં સાંભળે તો અમારી પાસે પ્લાન બી તૈયાર છે. ઝિરવાલે કહ્યું કે, અમે એસટી રિઝર્વેશનને અસર થવા દેવા માંગતા નથી. આ પછી, એક કલાકમાં તેમણે મંત્રાલયના ત્રીજા માળેથી કૂદીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

વિરોધનું નેતૃત્વ કરી રહેલા જીરવાલે કહ્યું, “મુખ્યમંત્રી સાથે મીટિંગ કરતા પહેલા અમે મંત્રાલય છોડીશું નહીં.” તેમણે કહ્યું કે જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરીશું.

તમને જણાવી દઈએ કે ધનગર સમુદાય પહેલાથી જ ઓબીસી હેઠળ સબ-કેટેગરીમાં આરક્ષણ ભોગવે છે, તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને એસટી કેટેગરીમાં સામેલ કરવામાં આવે.