18 ઓક્ટોબર 2024થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે
ગુજરાતમાં આવેલું અંબા માતાજીનું મંદિર ખૂબ જ વિશેષ છે. નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનો આસ્થાનું કેન્દ્ર છે ત્યારે, દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના ચરણે શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે. મા જગતજનની અંબાના દર્શન અને આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં માઇભક્તો માના મંદિરે પહોંચે છે. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ૠતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી ફેરફાર કરાતો હોય છે ત્યારે, આવતીકાલથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આવેલું અંબા માતાજીનું મંદિર ખૂબ જ વિશેષ છે. નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. ત્યારે અંબાજી મંદિરે માતાજીનાં દર્શન માટે આવતા ભાવિક ભક્તોની સગવડતા માટે થઈને તારીખ 3 ઓક્ટોબર 2024ને ગુરુવાર આસો સુદ -1 (એકમ) થી 17 ઓક્ટોબર 2024 આસો સુદ-પુનમ સુધી આરતી તથા દર્શનનાં સમયમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે જે નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તોને નોંધ લેવા જણાવાયું છે.
દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
ઘટ સ્થાપનઃ આસો સુદ-1(એકમ), 3 ઓક્ટોબર 2024ને ગુરૂવારે સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
આરતીઃ સવારે – 7.30 થી 8 વાગ્યા સુધી
દર્શનઃ સવારે – 8 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી
રાજભોગઃ બપોરે – 12 વાગ્યે
દર્શનઃ બપોરે – 12.30 વાગ્યાથી સાંજે 4.15 વાગ્યા સુધી
આરતીઃ સાંજે – 6.30 વાગ્યાથી 7 વાગ્યા સુધી
દર્શનઃ સાંજે – 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી
આસો સુદ-8 (આઠમ) 11 ઓક્ટોબર શુક્રવાર: આરતી – સવારે 6 વાગ્યે
ઉત્થાપન: આસો સુદ-8(આઠમ) 11 ઓક્ટોબર શુક્રવારે સવારે – 10 વાગ્યે
આસો સુદ 10(દસમ) 12 ઓક્ટોબરઃ વિજયા દશમી (સમીપુજન) – સાંજે 5 વાગ્યે
દુધપૌઆનો ભોગ-16 ઓક્ટોબરને બુધવારે – રાત્રે 12 વાગ્યે કપુર આરતી
આસો સુદ-પુનમ– 17 ઓક્ટોબર 2024ના રોજ આરતી સવારે 6 વાગ્યે
18 ઓક્ટોબર 2024થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.