ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપી રવીન્દ્ર જાડેજાએ બનાવ્યો નવો રેકોર્ડ, કપિલદેવને પણ પાછળ છોડ્યા

ravindra-jadeja

જાડેજા વિશ્વનો ત્રીજો લેફ્ટ આર્મ સ્પિનર બન્યો કે, જેના નામે 300 ટેસ્ટ વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે
જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર સાતમો ભારતીય બોલર બન્યો
જાડેજા એશિયાનો એકમાત્ર લેફ્ટ આર્મ સ્પિનર ​​કે, જેણે ટેસ્ટમાં 3000થી વધુ રન અને 300 વિકેટ લીધી છે

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. અને આ સાથે જે જાડેજા ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 300 વિકેટ લેનાર પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો ​​છે. પોતાના જ બોલ પર ખાલિદ અહેમદનો કેચ પકડીને જાડેજાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

જય શાહે ટ્વીટ કરી આપ્યા અભિનંદન

જાડેજા એશિયાનો એકમાત્ર લેફ્ટ આર્મ સ્પિનર

જાડેજાએ 300 વિકેટ ઝડપી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જાડેજા વિશ્વનો ત્રીજો લેફ્ટ આર્મ સ્પિનર ​​છે, કે જેના નામે 300 ટેસ્ટ વિકેટ છે. અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 266 વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર ​​બિશન સિંહ બેદી હતા.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 433 ટેસ્ટ વિકેટ ઝડપનાર લેફ્ટ આર્મ સ્પિનર શ્રીલંકાનો રંગના હેરાથ છે. આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીએ 362 વિકેટ લીધી છે. જો કે, જાડેજા એશિયાનો એકમાત્ર લેફ્ટ આર્મ સ્પિનર ​​છે કે, જેણે ટેસ્ટમાં 3000થી વધુ રન બનાવવા ઉપરાંત 300 વિકેટ પણ લીધી છે. આ સાથે જ જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર સાતમો ભારતીય બોલર બની ગયો છે.

જાડેજાએ 74 ટેસ્ટ રમીને 3000થી વધુ રન અને 300 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. 300 વિકેટ પૂરી કરવાની સાથે જ રવીન્દ્ર જાડેજાએ ઈમરાન ખાન અને કપિલ દેવ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ઈમરાન ખાને 75 ટેસ્ટમાં અને કપિલ દેવે 83 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જાડેજા સિવાય 72 ટેસ્ટમાં 3000થી વધુ રન બનાવવા અને 300થી વધુ વિકેટ ઝડપી લેવાની સિદ્ધિ અત્યાર સુધીમાં માત્ર ઈયાન બોથમે જ હાંસલ કરી શક્યો છે.

આ દરમિયાન જાડેજાની ખાસ વાત એ રહી છે કે તેણે દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલે કરતા પણ સારી બોલિંગ સરેરાશ સાથે 300 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. જાડેજાની બોલિંગ સરેરાશ 23.99 રહી છે જ્યારે અનિલ કુંબલેએ 29.65ની સરેરાશ સાથે 300 વિકેટ પૂરી કરી હતી. બેટિંગની વાત કરીએ તો જાડેજાની ટેસ્ટની સરેરાશ કે.એલ. રાહુલ કરતા સારી રહી છે. કેએલ રાહુલની ટેસ્ટ બેટિંગ સરેરાશ 34.13 છે. અને જાડેજાએ 36.73ની સરેરાશથી રન બનાવ્યા છે. તેથી જોવા જઈએ તો સ્પષ્ટ છે કે આ આંકડાઓને કારણે જાડેજા વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે.