મૂળ જગ્યાએથી બદલીને કંટ્રોલ રૂમ અને ટ્રાફિક જેવી શાખામાં બદલી કરાઈ
અમદાવાદ પોલીસ વિભાગમાં ફરીથી બદલીના દૌરને પગલે પોલીસ વિભાગમાં ભળભળાટ મચી ગયો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકે બદલીના આદેશ આપ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 18 પીઆઇની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં બહારના જિલ્લામાંથી બદલી થઈને આવેલા પીઆઇને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, તો કેટલાક પીઆઇને મૂળ જગ્યાએથી બદલીને કંટ્રોલ રૂમ અને ટ્રાફિક જેવી શાખામાં બદલી કરી દેવામાં આવી છે. બદલી થયેલા પીઆઇને તાત્કાલિક અસરથી બદલીની જગ્યાએ હાજર તથા છૂટા થવા માટે આદેશ કરવામાં આવ્યા છે.
લાંબા સમયથી બદલીની રાહ જોતા અમદાવાદના પોલીસ ઈન્સ્પેકટરોને નવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા મળશે. શહેરના સોલા, નારોલ, વટવા, વટવા જીઆઈડીસી, ઘાટલોડિયા, શાહપુર, ક્રાઈમ, વિશેષ શાખા, SOG, કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 18 જેટલા પીઆઇને આંતરિક બદલી કરવામાં આવી છે. બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલીની જગ્યા પર છતાં થઈ હાજર થવા પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
પીઆઇનું નામ | બદલીનું સ્થળ |
---|---|
એન.બી બારોટ | કંટ્રોલ રૂમ |
આર.એમ. ઝાલા | મિસિંગ સેલ |
એમ.એસ ત્રિવેદી | SOG |
એન.ડી. નકુમ | SOG |
વી.ડી. મોરી | SOG |
કે.એન. ભૂકણ | સોલા |
વી.જે. ચૌધરી | સાયબર ક્રાઇમ |
જે.એસ. કંડોરિયા | ઘાટલોડિયા |
પી.સી. દેસાઈ | નારોલ |
પી.બી. ખાંભલા | શાહપુર |
આર.એમ. પરમાર | વટવા GIDC |
કે.વાય. વ્યાસ | રાણીપ |
ડી.વી. ઢોલા | ક્રાઇમ |
એમ.બી. નકુમ | સાયબર ક્રાઇમ |
એસ.એ. ગોહિલ | સાયબર ક્રાઇમ |
પી.વી. દેસાઈ | SOG |
એ.એ. વાઘેલા | ક્રાઈમ |
એચ.વી. રાવલ | ટ્રાફિક I |