ગુજરાતના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસકર્મીઓની આંતરિક બદલી આદેશ આપ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 20 પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI)ની આંતરિંક બદલી કરવામાં આવી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસકર્મીઓની આંતરિક બદલી આદેશ આપ્યો છે. આ બદલીમાં કારંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.ડી પટેલની બદલી એલસીબી ઝોન-2માં કરવામાં આવી છે. જ્યારે એલસીબી ઝોન-2 પીએસઆઈ એસ.આર. રાજપૂતની બદલી રીડર ટુ ઝોન-2માં કરવામાં આવી છે. સાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.બી.ગઢવીની બદલી સાયબર ક્રાઈમમાં કરવામાં આવી છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જી ચાવડાની બદલી ડિટેન્શન સેન્ટરમાં કરવામાં આવી છે.
અમદાવાદમાં અગાઉ એક જ પોલીસ સ્ટેશનમાં જે કોન્સ્ટેબલો તેમજ હેડ કોન્સ્ટેબલોએ પાંચ વર્ષથી વધુનો સમય કાઢયો હતો તે કોન્સ્ટેબલો તેમજ હેડ કોન્સ્ટેબલોની બદલી પોલીસ કમિશનરે કરી હતી,તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો ટ્રાફિક શાખામાં તેમજ ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.