હુમલા પહેલા ઈઝરાયેલ દ્વારા લેબનોનના લોકોના ફોન પર એલર્ટ તરીકે રેકોર્ડેડ મેસેજ મોકલી તેમના ઘરો ખાલી કરવા અપીલ કરી હતી
ઇઝરાયેલે આજે લેબનોનમાં હિઝબુલ્લાહના 300 ઠેકાણા પર એક સાથે એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં અત્યાર સુધી 182 લોકોના મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયેલે સોમવારે દક્ષિણ લેબનોનના રહેવાસીઓને તેમના ઘરો ખાલી કરવા અપીલ કરી હતી. ઇઝરાયેલે દાવો કર્યો હતો કે હિઝબુલ્લાએ ત્યાં શસ્ત્રોનો સંગ્રહ કર્યો હતો અને વિનાશક હુમલાની ચેતવણી આપી હતી. રિપોર્ટ અનુસાર હુમલા પહેલા ઈઝરાયેલ દ્વારા લેબનોનના લોકોના ફોન પર એલર્ટ તરીકે રેકોર્ડેડ મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો.
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલે પાડોશી દેશ લેબનોનમાં હિઝબુલ્લાહના 300 ઠેકાણા પર એક સાથે સ્ટ્રાઈક કરી છે, જેમાં અત્યાર સુધીમાં 182 લોકોના મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે તેણે હિઝબુલ્લાહ જૂથ સામે દબાણ વધારીને લેબનોનમાં 300 લક્ષ્યાંકો પર હુમલો કર્યો છે. તે જ સમયે, લેબનોને દાવો કર્યો હતો કે આ હુમલાઓમાં 100 લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે સોમવારે સવારે 6:30 (સ્થાનિક સમય મુજબ 3:30 am) થી 7:30 વાગ્યાની વચ્ચે હિઝબુલ્લાહના 300 સ્થાન પર 150 મિસાઇલ અને રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા.
ઇઝરાયેલી સૈન્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે લશ્કરી વડા લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવી તેલ અવીવમાં લશ્કરી મુખ્યાલયથી વધારાના હુમલાઓને મંજૂરી આપી રહ્યા છે.
છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી હિઝબુલ્લાહના સામેની લડાઈમાં આ સૌથી ઘાતક હવાઈ હુમલાઓમાંથી એક છે. હલેવી અને અન્ય ઇઝરાયેલી નેતાઓએ આગામી દિવસોમાં હિઝબુલ્લાહ સામે વધુ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. બીજી બાજુ, લેબનોને ઇઝરાયલી હુમલાને ધ્યાનમાં રાખીને દેશભરની તમામ શાળા અને કોલેજો બે દિવસ માટે બંધ કરી દીધી છે.
જ્યારે ઇઝરાયેલ હુમલાઓ કરી રહ્યું હતું, ત્યારે ઇઝરાયેલના અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે ઉત્તર ઇઝરાયેલમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે, જેમાં લેબનોનથી રોકેટ હુમલાની ચેતવણી આપવામાં આવી છે.
ઈઝરાયલનાં હુમલા બાદ હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે કહ્યું હતું કે તેમણે ઇઝરાયલના હથિયારોના વેરહાઉસ પર ડઝનેક મિસાઇલો છોડી છે. IDFએ કહ્યું હતું કે લેબેનાનથી 35 રોકેટ છોડવામાં આવ્યાં હતાં. એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઘણાં રોકેટને તોડી પાડવામાં આવ્યાં છે. આ હુમલામાં ઈઝરાયલને કેટલું નુકસાન થયું છે એ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.