ઇઝરાયલનો લેબનાન પર મોટો હુમલો, હિઝબુલ્લાહે હુમલો કરવા તૈયાર રાખેલાં 100 રોકેટ લોન્ચર્સ તબાહ કર્યાં

israel-airstrike-on-lebnan

ઈઝરાયલે એરસ્ટ્રાઇક કરી હિઝબુલ્લાહનાં 70થી વધુ ઠેકાણાં ઉડાવ્યાં

ઇઝરાયલે ફરી એક વાર દક્ષિણ લેબેનાનમાં હવાઈ હુમલાઓ કર્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ કહ્યું હતું કે તેમણે લેબેનાનમાં હિઝબુલ્લાહનાં 100થી વધુ રોકેટ લોન્ચર્સ પર હુમલો કરી નાશ કર્યો છે. આ સિવાય 1000 રોકેટ બેરલ પણ નાશ કરાયાં છે.

IDFએ કહ્યું હતું કે હિઝબુલ્લાહ આ હથિયારો ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર હતાં, પણ એ પહેલાં જ એને નષ્ટ કરવામાં આવ્યાં હતાં. IDFએ પણ કહ્યું હતું કે તેમણે હિઝબુલ્લાહની ઘણી ઇમારતો અને હથિયારોના ડેપોનો પણ નાશ કર્યો.

લેબનોનની સરકારી નૅશનલ ન્યૂઝ એજન્સીને કહ્યું કે ઇઝરાયલે ગુરુવારે સાંજે 52 હુમલા કર્યા અને લેબનોને પણ ઉત્તર ઇઝરાયલનાં સૈન્ય ઠેકાણાં પર હુમલા કર્યા.

ઇઝરાયલના રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે ઇઝરાયલ હવે યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે અને પોતાની તાકતને ઉત્તરમાં કેન્દ્રિત કરી રહ્યું છે.

ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ લેબેનાન પર ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો હતો. કેટલાક લેબેનીઝ અધિકારીઓએ NYTને જણાવ્યું હતું કે ઇઝરાયલે લેબેનાન પર 70થી વધુ હુમલા કર્યા છે.

ઉલ્લેખનિય છે કે લેબેનાનમાં મંગળવાર અને બુધવારે પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટની ઘટનાઓ બની હતી, જેમાં 37 લોકો માર્યા ગયા હતા અને 3000થી વધુ ઘાયલ થયા હતા. લેબેનાન અને હિઝબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે.

લેબનોનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે ગુરુવારે પોતાના સંબોધનમાં ઈઝરાયેલની કાર્યવાહીને યુદ્ધની ઘોષણા ગણાવી હતી. પરંતુ જે સમયે નાસલ્લા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા તે સમયે ઇઝરાયેલ લેબનોન પર રોકેટ ફાયર કરી રહ્યું હતું.