મલાઇકાના પિતાના મોત અંગે અલગ-અલગ ચર્ચા, પોલીસે કહ્યું- બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી

એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવાર, ૧૧ સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યાની આસપાસ મુંબઈના બ્રાંદ્રા સ્થિત આયેશા મૈનાર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન સૌ પહેલા ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.