ચીની સૈનિકો આપણી 4 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી બેઠા છેઃ રાહુલ ગાંધી
જ્યારથી વડાપ્રધાન મોદીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી અમારી એક ઈંચ જમીન પર પણ કોઈનો કબજો નથીઃ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શીખ સમુદાયને લઈને આપેલા નિવેદનને લઈને અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ભાજપ પણ રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરી રહી છે, ત્યારે શીખ સમુદાયના લોકો પણ કોંગ્રેસ વિરુદ્ધ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સિવાય રાહુલ ગાંધીએ ચીન અંગે પણ એક નિવેદન આપ્યું હતું, તેના પર હવે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “અમારી એક ઇંચ પણ જમીન પર કોઈનો પણ કબજો નથી”
રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને અમેરિકાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું છે કે, લદ્દાખમાં દિલ્હી જેટલા મોટા વિસ્તાર પર ચીન કબજો જમાવી બેઠું છે. “વડાપ્રધાન મોદી ચીન સાથે યોગ્ય રીતે નિપટાવી ન શક્યા. અને ચીની સૈનિકો આપણી 4 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી બેઠા છે.”
રાહુલ ગાંધીના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જ્યારથી વડાપ્રધાન મોદીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી અમારી એક ઈંચ જમીન પર પણ કોઈનો કબજો નથી. રાહુલ ગાંધીએ વિદેશ જઈને ભારતને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ. 1962 પહેલા સરહદ નક્કી ન હતી, તેથી થોડી ગરબડ થઈ શકે છે, પરંતુ હવે અમારી જમીન પર કોઈ કબજો જમાવે તે સંભવ નથી.”
વધુમાં તેમણે કહ્યું, “ગઈ વખતે ગૃહમાં વિરોધ પક્ષોના નેતાઓને મેં કહ્યું હતું કે, જો તેમની પાસે સમય હોય તો તેઓ મારી સાથે સરહદ પર આવી શકે છે.”
રાહુલ ગાંધીએ લઘુમતીઓ પર કરેલી ટિપ્પણી પર નિશાન સાધતા કિરેન રિજિજુએકહ્યું કે, તેઓ ભારતમાં સૌથી સુરક્ષિત છે. તમારે જેટલી પણ કોશિશ કરવી હોય તેટલી કરી લો, ભારતને બદનામ નહીં કરી શકાય, કારણ કે ભારતનું બંધારણ અને સંસ્કૃતિ લોકો વચ્ચે ભેદભાવ નથી કરતી. અમેરિકામાં ગાંધીજીની ટીપ્પણી પર એક પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું હતું કે, RSS કેટલાક ધર્મો, ભાષાઓ અને સમુદાયોને અન્ય કરતા હલકી ગુણવત્તાવાળા માને છે.
વધુમાં રિજ્જુએ કહ્યું કે “જે લોકો ભારત વિરોધી તાકતોની મદદથી ભારતને બદનામ કરવા માંગે છે, તેઓ ક્યારેય સફળ નહીં થાય. ભારતના પડોશમાં લઘુમતીઓ સાથે કોઈ ખોટું થાય તો તેઓ અહીં આવે છે. ભારતમાં લઘુમતીઓ સૌથી સુરક્ષિત છે.