ઉત્તરપ્રદેશના સીતાપુરમાં મંગળવારે બપોરે ઘરની ચીજવસ્તુઓ ખરીદવા ગયેલ સગીર છોકરીની વૃદ્ધ દુકાનદાર અનવરે છેડતી કરી હતી, સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડીંગ થઈ હતી, જે વાઈરલ થતા દુકાનદાર આરોપી અકબર ખાન વિરુદ્ધ પોક્સો એક્ટ અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના સીતાપુરમાંથી ગંદી માનસિકતા ધરાવતા દુકાનદારનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાના કથિત વિડિયોમાં, વૃદ્ધ વ્યક્તિ સગીર છોકરીને અભદ્ર રીતે સ્પર્શ કરતો જોઈ શકાય છે. મંગળવારે બપોરે ઘરની વસ્તુઓ ખરીદવા માટે 10 વર્ષની છોકરી દુકાને જાય છે ત્યારે 70 વર્ષીય વૃદ્ધ દુકાનદાર અનવર તે છોકરીની છેડતી કરતો કેમેરામાં કેદ થયો હતો. દુકાનદાર અનવર તેને સામાન આપવાને બદલે લાંબો સમય વાતો કરતો રહ્યો. જ્યારે તેણે જોયું કે કોઈ જોઈ રહ્યું નથી ત્યારે તેણે યુવતી સાથે અશ્લીલ હરકતો કરી હતી. તે જ સમયે એક છોકરો દુકાને આવી જતા અનવરે છોકરી પરથી હાથ હટાવી દીધો હતો. ત્યારબાદ છોકરી દુકાનેથી જતી રહી હતી.
યોગી આદિત્યનાથ સરકારે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધના આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. છોકરીની માતાની ફરિયાદ બાદ સીતાપુરના હરગાંવ પોલીસ સ્ટેશનમાં આરોપી અનવર ખાન વિરુદ્ધ POCSO અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
સગીર આદિવાસી છોકરી સાથે દુષ્કર્મ કરનાર આરોપીનું નામ મોહમ્મદ અનવર હોવાનું જાણવા મળેલ છે. લોકોનું કહેવું છે કે દુકાનદાર અનવર અવારનવાર આ પ્રકારનું કૃત્ય કરતો હતો. નાની છોકરીઓ આના કારણે પરેશાન રહેતી હતી. તે દુકાનમાં એકલી આવતી યુવતીઓ સાથે આવા કૃત્ય આચરતો હતો. આ વખતે એક વ્યક્તિએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો.
સીતાપુર પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ એક્સ પર વીડિયો શેર કરી માહીતિ આપી હતી કે, “ડી. 3.4.24 ના રોજ, છોકરીની છેડતીની ઘટનામાં હરગાંવ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. 410/24 કલમ 74 BNS, 9m/10 પોક્સો એક્ટ, 3(1)(w)(i), 3(2)(va) sc/st એક્ટ નોંધાયેલ આરોપી અનવર ખાન પુત્ર અકબર ખાન નિવાસી તરપતપુર પોલીસ સ્ટેશન ગામ જિલ્લો સીતાપુર 70 વર્ષની આસપાસની ઉંમરની ધરપકડ કરવામાં આવી છે.”