ડો સી કે ટીંબડીયા કુલપતિ પદ માટેની લાયકાત ધરાવતા નથી આમ છતા રાજ્ય સરકાર તેને દુર કરવાના પગલા લેવામા કેમ ખચકાય છે?
ટીંબડીયાએ કુલપતિ થવા માટે મહામહિમ રાજ્યપાલશ્રીને પત્ર લખીને યુનિ એકટની ભલામણ મુજબની પોતે શૌક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવે છે તે અંગે ખોટી માહીતી રજુ કરેલ છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલની સ્પષ્ટ માંગ છે કે રાજય સરકારે વહેલી તકે રાજ્યની એક માત્ર પાકૃતિક ખેતી સંશોધન વિસ્તરણ અને શિક્ષણ અંગેની ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિ પદેથી ડો.સી.કે. ટીંબડીયાને દુર કરવાનો હુકમ કરે.
કુલપતિના પદ પર નિમણૂક માટે યુજીસીના ધોરણો મુજબ પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ફરજિયાત છે. ઉપરાંત સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે કે વાઇસ ચાન્સેલર પદ માટે પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ જરૂરી છે. પરંતુ આ તમામ જોગવાયો અને સુપ્રિમ કોર્ટના છેલ્લા હુકમને અવગણીને નવસારી કૃષિ યુનિવર્સિટીમા એસોશીએટ પ્રોફેસર ડો સી કે ટીંબડીયાને ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના (ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટી) કુલપતિ પદે તા.૦૯.૦૮.૨૦૨૩ ના રોજ નિમણુક આપવા આવેલ છે જે સંપુર્ણ ગેરબંધારણીય અને કાયદા વિરુદ્ધ છે.
રાજ્ય સરકારનું આ પગલુ સરકારના વહીવટ ઉપર અનેક સવાલ ઉભા કરનારુ હોય ડો. સી.કે. ટીંબડીયાને વહેલીતકે સદરહુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી દુર કરવાનો હુકમ કરવામા આવે તેવી માંગ કોગ્રેસ તરફથી કરવામાં આવી.
ગુજરાત સરકારને અમારો સીધો સવાલ છે કે નિયમ ૭.૩ (૨) સ્પષ્ટ કરે છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જગા માટેની અરજીઓ મેળવવા છાપામાં જાહેરાત પ્રસિધ્ધ કરવાની રહે છે,આવેલ અરજીઓના નમુના તૈયાર કરવાના રહે છે, જેથી રજુ થયેલ અરજીઓની તુલનાત્મક/ સરખામણી કરી શકાય. આવી કોઇ પ્રક્રીયા શા માટે કરવામા આવી નથી ? આવા બીજા અનેક સવાલો યુનિ.ના કુલપતિની નિમણુક સાથે જોડાયેલા છે.