પાકિસ્તાનના રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ઐતિહાસિક જીત મેળવી છે. બાંગ્લાદેશની ટીમે 22 વર્ષ બાદ પાકિસ્તાનને ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. આમ પાકિસ્તાનની ઘરઆંગણે જ શરમજનક હાર થઈ છે.
આજે બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવીને 185 રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાકિસ્તાનને 6 વિકેટથી માત આપી છે. બીજી ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી બીજા દિવસે પાકિસ્તાની બેટરોએ ખરાબ દેખાવ કરતાં ટીમ પહેલી ઇનિંગમાં 274 રન જ બનાવી શકી હતી.
બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન પ્રથમ ઈનિંગમાં 274 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જેના જવાબમાં બાંગ્લાદેશે તેની પ્રથમ ઈનિંગમાં લિટન દાસના 138 રન અને મેહિદી હસન મિરાઝના 78 રનની મદદથી 262 રન બનાવ્યા હતા.
ટીમના ખેલાડી લિટન દાસે જબરદસ્ત લડત આપી 138 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 5 વિકેટ લેનાર મહેંદી હસન મેરાજે 78 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. તેમણે બાંગ્લાદેશ ટીમનો સ્કોર 26/6થી 262 સુધી પહોંચાડ્યો હતો. પાકિસ્તાનને પ્રથમ ઈનિંગમાં 12 રનની લીડ મળી હતી.
બીજી ઇનિંગમાં પણ પાકિસ્તાનના ખેલાડીઓનું બેટ ચાલ્યું ન હતું. ટીમના બેટર અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, શાન મસૂદ અને સઉદ શકીલ તમામ ફ્લોપ રહ્યા હતા. અને આખી ટીમ માત્ર 172 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
બાંગ્લાદેશને ઇતિહાસ રચવા માટે 143 રનની જરૂર હતી. બાંગ્લાદેશે ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું હતું. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસને 40, શાદમાન ઇસ્લામે 24, કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 38 અને મોમિનુલ હકે 34 રન બનાવ્યા હતા. શાકિબ અલ હસન 21 રન અને મુશફિકુર રહીમ 22 રન બનાવીને અણનમ રહ્યા હતા.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં 2-0થી હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ ક્રિકેટ જગતમાં બદનામ થઈ રહી છે. રાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમમાં ઘણા ખેલાડીઓની જગ્યા પર સવાલો ઉભા થવાના છે, કે જેઓ જલ્દી જ બહાર થઈ શકે છે.