સ્વામિનારાયણના સંતો દારૂ, બિયર તેમજ રશિયન યુવતીઓના શોખીન હોવાનો આરોપ
દુબઈમાં દેવ પ્રકાશ સ્વામી જીન્સ ટીશર્ટ પહેરીને જ રહ્યા અને નોનવેજ ખાધુ
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂ. 3.40 કરોડની છેતરપીંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસ ઈઓડબલ્યુને સોંપવામાં આવી છે.
રાજકોટના નવલનગર શેરી નં.3માં રહેતા જસ્મિન બાલાશંકરભાઈ માઢક(ઉ.વ. 45)એ સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3.40 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી છે. તેમણે સ્વામિનારાયણનાં સંતો પર વ્યભિચાર અને ઠગાઈનો આરોપ લગાવ્યો છે.
મળેલ માહિતી મુજબ, રાજકોટનાં જસ્મીનભાઈ માઢકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ભક્તિનગર સર્કલના મેઘાણી રંગભવનના પહેલા માળે મિત્ર જય કિશોરભાઈ મોલીયા સાથે ભાગીદારીમાં જમીન લે-વેચનું કામ કરે છે.તેણે પોલીસને જણાવ્યું કે બે વર્ષ પહેલાં સુરતમાં સેક્ધડ હેન્ડ કાર લેવા જતાં ઓટો બ્રોકર સુરેશ તુલસીભાઈ ઘોરી સાથે મુલાકાત થઈ હતી.
થોડા સમય બાદ સુરેશે તેના ભાગીદાર જયને કોલ કરી જમીન બાબતે વાતચીત કરવા માટે રૂૂબરૂૂ મળવા માગે છે તેમ કહ્યું હતું.ત્યાર પછી સુરેશ ગઈ તા.16-1-2024 ના રોજ તેની ઓફિસે આવ્યો હતો.તે વખતે તેણે સાથે રહેલા શખ્સની ઓળખાણ લાલજીભાઈ ઢોલા તરીકે કરાવી કહ્યું કે તે વડતાલ મંદિરના ખજાનચી છે.દહેગામ પાસે લીંબ ગામ છે.જયાં 510 વિઘા જમીન ઉપર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી. પી. સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી ગૌશાળા અને મોટું મંદિર બનાવવા માગે છે. જે માટે જમીન ખરીદવાની છે.જો તેમાં તમે રોકાણ કરશો તો સારો એવો નફો અને વળતર મળશે.
બાદમાં સુરેશે ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજયસિંહ આલુસિંહ ચૌહાણની ખેડૂત તરીકે ઓળખાણ કરાવી હતી.શરૂઆતમાં બંનેએ રૂ. 20 લાખ વિઘાના ક્હ્યા હતા.રકઝકના અંતે રૂ. 18 લાખમાં સોદો થયો હતો.તે વખતે સુથી પેટે રૂ. 3 કરોડ આપવાની વાતચીત થઈ હતી.તેના બે દિવસ પછી તે અને જય આણંદ ગયા હતા. જયાં સુરેશનો સંપર્ક કરી તેની સાથે સીધેશ્વર ગૌશાળાએ ગયા હતા. જયાં ફરીથી ચારેય સ્વામીઓ સાથે મુલાકાત થતાં તેને જમીનના સોદાની વાત કરી હતી.
એટલું જ નહીં સુથી પેટે રૂ. 3 કરોડ આપવા પડશે તેવી વાત પણ કહેતાં વિજયપ્રકાશ સ્વામીએ લાલજીભાઈ સાથે રૂ. 50 લાખ મોકલવાની વાત કરી હતી.નક્કી થયા મુજબ સુરેશભાઈ બંને ખેડૂતોને લઈને તેની ઓફિસે આવ્યા હતા. જયાં તેમને રૂ. 2.50 લાખ ટોકન પેટે આપ્યા હતા.આ પછી તે અને જય બંનેના કોમન મિત્ર સંજય પરસાણા અને જયની પત્ની ધરતીબેન ખાતેદાર ખેડૂત હોવાથી બીજે દિવસે સાટાખત તૈયાર કરાવ્યું હતું. તે વખતે લાલજીએ રૂ. 50 લાખ આપ્યા હતા. બાકીની રકમ મળી કુલરૂ. 3 કરોડ બંનેએ ખેડૂતોને ચુકવ્યા હતા. જેનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ પણ કર્યું હતું.
બાદમાં આણંદની સીધેશ્વર ગૌશાળા ખાતે ગયા હતા.ત્યાં દેવપ્રકાશ સ્વામીને અસલ સાટાખત બતાવતાં તેણે કહ્યું કે હું નૌતમ સ્વામીને બતાવીને આવું, ચાર-પાંચ દિવસ પછી તમને અસલ સાટાખત અને રોકાણ કરેલી રકમ પાછી આપી દેશું તેમ કહ્યું હતું.જેથી તેને સાટાખત આપી રાજકોટ આવી ગયા હતા.તેના ત્રણ-ચાર દિવસ પછી સુરેશના કહેવાથી આણંદની સીધેશ્વર ગૌશાળામાં દેવપ્રકાશ અને વિજયપ્રકાશ સ્વામીને મળતા બંનેએ કહ્યું કે વડતાલ મંદિરેથી બધું ફાઈનલ થઈ ગયું છે તેમ કહી અસલ સાટાખત આપી દીધું હતું.સાથોસાથ કહ્યું કે કેનેડાના દાતા હાલ દુબઈ છે. જેથી તેમની સાથે કોન્ટ્રાકટ કરવાનો છે તેમ કહી બંનેને પણ દુબઈ આવવાનું કહેતાં ગઈ તા.13-2-2024 ના રોજ દુબઈ પહોંચ્યા હતા.
જયાં દેવપ્રકાશ સ્વામી અને લાલજીભાઈ મળ્યા હતા. એટલું જ નહીં બંનેએ બે દાતાઓની પણ ઓળખાણ કરાવી હતી.જેમાંથી એકનું નામ આનંદજી હતું. બંને દાતાઓએ ત્રણ કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેન્ક ખાતામાં જમા કરાવવાની વાત કરી કહ્યું કે જેમ-જેમ દસ્તાવેજ થાય તેમ તેની કોપી અમને મોકલી આપજો, એટલે અમે રકમ મંદિરના બેન્ક ખાતામાં મોકલી આપશું. આટલી વાતચીત થયા બાદ રાજકોટ પરત ફર્યા હતા. તેના ત્રણ-ચાર દિવસે તેના ભાગીદાર જયે વિજયપ્રકાશ અને દેવપ્રકાશ સ્વામીને પેમેન્ટ કયારે પાછું મળશે તેવું પૂછતાં બંનેએ બહાના બતાવ્યા હતા. આ દરમિયાન ખેડૂત ભૂપેન્દ્રએ જયને કોલ કરી રૂૂા. 1 કરોડની માગણી કરી હતી.જેથી તેમને રૂ.પપ લાખ આંગડીયા મારફત મોકલી દીધા હતા. ત્યાર બાદ તેણે જમીનના સોદામાં જે રોકાણ કર્યું હતું તે રકમ પરત આપવા માટે અવાર-નવાર માગણી કરતાં આરોપીઓ બહાના બતાવતા હતા.આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વડતાલ સ્વામિનારાયણના સંતો દ્વારા મંદિર અને ગૌશાળા બનાવવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈના મામલે ફરિયાદી જસમીન માઢકે નવો ધડાકો કર્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી-સ્વામીઓ સાથે દુબઈ ગયા હતા. દુબઇમાં દેવપ્રકાશ સ્વામી જિન્સ, ટીશર્ટમાં રહ્યા હતા. તેમજ દેવપ્રકાશ સ્વામીએ નોનવેજ ખાધું હોવાનો પણ આરોપ છે. સ્વામીનું નવું રૂપ જોઈને અમે અચરજમાં પડ્યા હતા તેમ જસમીન માઢકે જણાવ્યું છે. સ્વામિનારાયણના સંતો દારૂ, બિયર, રશિયન યુવતીઓના શોખીન હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી સ્વામીએ કરોડોની ઠગાઈ કરી છે.જસ્મીન માઢકે રુપિયા લેતીદેતીના વીડિયો પોલીસને આપ્યા છે. અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાની ફરિયાદ છે.
વડતાલ સ્વામિનારાયણના ચાર સ્વામી સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ થઇ છે. જે.કે સ્વામી, વી.પી સ્વામી, એમ.પી.સ્વામી સામે ફરિયાદ થઇ છે. દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની ફરિયાદ છે. સુરત, નડિયાદ, આણંદ, વિરમગામના ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે.
ફરિયાદમાં નોંધાયેલ આરોપીઓના નામ
1)વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી. પી. સ્વામી
2)જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી
3)માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી
4)દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી
5)સુરેશ તુલસીભાઈ ઘોરી(જમીન દલાલ)
6) લાલજી
7) ભુપેન્દ્ર શનાભાઈ પટેલ (ખેડૂત)
8)વિજયસિંહ આલુસિંહ ચૌહાણ(ખેડૂત)
9)લાલજી ઢોલા (પોતાની વડતાલ મંદિરના ખજાનચી તરીકે ઓળખ આપનાર)