હજૂ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, મેઘરાજા 48 કલાક ગુજરાતને ધમરોળશે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓ સહિત મહાનગરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ગુજરાત માંથી પસાર થઇ રહેલી મજૂબત સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. મેઘરાજા 48 કલાક ગુજરાતને ધમરોળશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ થશે. આ સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે તે જ નવાઇની વાત છે. હજુ પણ દરિયા કિનારે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક-બે દિવસ વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં દ્વારકા, પોરબંદર, જામનગરના ભગોમાં હજુ પણ વરસાદ રહેશે.

કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા

કચ્છમાં કોઇ-કોઇ ભાગમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ગાંધીધામ, મુદ્રા, કંડલા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા વધારે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ અંગે સાચવવાનું રહેશે.

પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત અમેરલી, જૂનાગઢના કટેલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. હજુ ભારે વરસાદના યોગ છે.

કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઆ સિસ્ટમ ધીમે-ધીમે સરકી કચ્છ થઇ અરબ સાગરમાં થઇ પાકિસ્તાન જશે. હમણા લો પ્રેશરની સ્થિતિ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે.

24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે 18 ઇંચ અને જામનગર શહેરમાં 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ અચાનક વરસાદને કારણે લોકજીવન અસરગ્રસ્ત થયું છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા છે.તહેવારોના સમયે જબરજસ્ત વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે.

જામનગર અમરેલી ભારે વરસાદ

જામનગર અમરેલીમાં મેઘમેહરની સ્થિતિ યથાવત છે. કાલાવડમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે જામજોધપુરમાં 9 ઇંચ અને જામનગર તેમજ લાલપુરમાં 8-8 ઇંચ વરસાદ પડ્યો છે. ધ્રોલ અને જોડીયામાં પણ 2 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે.આ રીતે, ઘણા ગામડાં અને ખેતરોમાં પાણીના કારણે મુશ્કેલીઓ ઉભી થઈ છે. જ્યારે સાવરકુંડલા, બાબરા, ખાંભા, ધારી, બગસરા અને વડીયા પંથકમાં પણ વરસાદી માહોલ છે. લાઠી, દામનગર અને લીલીયામાં પણ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા છે.અહીં પોલીસએ લોકોની સલામતી માટે સક્રિય રીતે પગલાં લીધા છે.થોરાળા પોલીસ દ્વારા અનેક લોકોને સુરક્ષિત સ્થળે પોહચાડવામાં આવ્યા છે. આવા સમયે, પોલીસની કાર્યક્ષમતા અને રાહત કામગીરી લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.જામનગર અમરેલીમાં મેઘમેહરની સ્થિતિ યથાવત છે. કાલાવડમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે જામજોધપુરમાં 9 ઇંચ અને જામનગર તેમજ લાલપુરમાં 8-8 ઇંચ વરસાદ પડ્યો છે. ધ્રોલ અને જોડીયામાં પણ 2 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે.આ રીતે, ઘણા ગામડાં અને ખેતરોમાં પાણીના કારણે મુશ્કેલીઓ ઉભી થઈ છે. જ્યારે સાવરકુંડલા, બાબરા, ખાંભા, ધારી, બગસરા અને વડીયા પંથકમાં પણ વરસાદી માહોલ છે. લાઠી, દામનગર અને લીલીયામાં પણ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા છે.અહીં પોલીસએ લોકોની સલામતી માટે સક્રિય રીતે પગલાં લીધા છે.થોરાળા પોલીસ દ્વારા અનેક લોકોને સુરક્ષિત સ્થળે પોહચાડવામાં આવ્યા છે. આવા સમયે, પોલીસની કાર્યક્ષમતા અને રાહત કામગીરી લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

ગુજરાતના ડેમ ઓવર ઓવરફ્લો

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 207 જળાશયોમાં ક્ષમતા સામે 78 ટકા જળસંગ્રહ થયો છે. જો કે હજી 31 જળાશયોમાં માત્ર 25 ટકા પાણીની આવક થઇ છે. ડીપ ડિપ્રેશનના કારણે વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના જળાશયોની સ્થિતિ

મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 78 ટકા, સૌરાષ્ટ્રના 141માં 66 ટકા, કચ્છના 20 જળાશયોમાં 61 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સાથે 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.