કોંગ્રેસ ન્યાય યાત્રા: કાર્યકરોનું સમર્થન ન મળતા યાત્રાનું સમાપન ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થયું

ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાને પીડિતો તો ઠીક પરંતુ કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારોનું પૂરતું સમર્થન ન મળતા હવે ન્યાય યાત્રાનું સમાપન ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થયું.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસને જનસમર્થન મળ્યું હતું. તેવી રીતે ગુજરાતમાં યોજાયેલી ન્યાય યાત્રામાં પ્રજાનો જનસમર્થન ન મળ્યું અને ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થયો. મોરબી બ્રિજ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી 300 કિમીની આ લાંબી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી અને ગાંધીનગર પહોંચની હતી. આ ન્યાય યાત્રા ગઈ કાલે સવારે એટલે કે 22મી ઓગસ્ટે સાણંદ ચોકડી, સરખેજ પહોંચી હતી અને ત્યારબાદ ચાંદખેડા તરફ રવાના થઈ હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે. આ પદયાત્રામાં લોકો ભાજપ સરકારમાં થયેલા ભ્રષ્ટ્રાચાર, અને તાજેતરમાં સેબી અંગેના હિડનબર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલા કૌભાંડના પ્લે-કાર્ડ સાથે જોડાશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભામાં જોડાશે.

ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાને પીડિતો તો ઠીક પરંતુ કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારોનું પૂરતું સમર્થન ન મળતા હવે ન્યાય યાત્રાનું સમાપન ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થયું છે. 9મી ઓગસ્ટથી શરૂ કરાયેલીન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓ સામેલ થશે તેવી ચર્ચાઓ હતી. પરંતુ યાત્રામાં દમ ન હોવાની વાત હાઈકમાન્ડને ધ્યાને આવતા રાષ્ટ્રીય નેતાઓએ આવવાનું માંડી વાળ્યું છે.

મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર પહોંચવાની હતી પરંતુ હવે તેનું સમાપન અમદાવાદમાં થયુ છે. આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચી છે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી હતી અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસે પોતાની સાથે એક ઘડો રાખ્યો હતો જેને કોંગ્રેસ ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે.

ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થયો છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો ગઈકાલે ચાંદખેડામાં પૂર્ણ વિરામ થયો હતો. યાત્રાને લોકોનું યોગ્ય સમર્થન ના મળતા રાષ્ટ્રીય નેતાઓએ આવવાનું ટાળ્યું હતું.