ભાજપ દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનનો આરંભ, 2 કરોડ લોકોને જોડવાનો લક્ષ્યાંક

ભાજપા સદસ્યતા અભિયાન – 2024 માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ સંયોજક તરીકે કે. સી.પટેલ, સહ સંયોજક તરીકે સાંસદ દિનેશ મકવાણા અને પ્રદેશ સહાયકના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ગઈકાલે બુધવારે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન કાર્યશાળા યોજવામાં આવી હતી. ભાજપની આ કાર્યશાળામાં PPT પ્રેઝન્ટેશન દ્વારા સદસ્યતા અભિયાન અંગે ભાજપના કાર્યકરો માહિતગાર કર્યા હતા. રાધામોહનદાસજીએ સદસ્યતા અભિયાન વિશે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ 18 કરોડ સદસ્યાઓની સદસ્યતા શુન્ય કરી ફરી સદસ્યતા અભિયાન કરી રહ્યુ છે.

ભાજપ દ્વારા ત્રણ રીતે સદસ્યતા આપવાનુ કાર્ય કરશે
ભાજપા ત્રણ રીતે સદસ્યતા આપવાનુ કાર્ય કરશે. એક મીસકોલ, બીજી સાર્વજનીક સ્થળે ક્યુઆરકોડના માધ્યમથી તેમજ ભાજપની વેબસાઇટના માધ્યમથી ફોર્મ મેળવી સદસ્યતા અંગેની જરૂરી વિગતો ભરી સદસ્યતા મેળવી શકશે. દેશભરમા ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી રાજકીય પાર્ટી છે જે ફકત દેશમા જ નહી પરંતુ પાર્ટીમા પણ લોકતંત્રની કાર્યવાહીને અનુસરે છે.
ભાજપા દર છ વર્ષે નવા સંગઠનની રચના કરતુ આવે છે. અગાઉ જે પણ કાર્યકર્તાએ સદસ્યતા લીધી હશે તેમની સદસ્યતા 1 સપ્ટેમ્બર 2024 ના રોજ પુર્ણ થશે. વડાપ્રધાન મોદી પણ 1લી સપ્ટેમ્બરના રોજ દિલ્હી ભાજપા કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના હસ્તે સદસ્યતા પ્રાપ્ત કરી આ અભિયાનનો પ્રારંભ કરાવશે અને ત્યાર પછી ઘરે ઘરે જઇ જે પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની વિચારઘારા સાથે જોડાવવા માગતા હશે તેમને સદસ્યતા આપવામા આવશે.
દેશભરમા ગુજરાત એક માત્ર એવુ રાજ્ય છે જેમા પક્ષના કાર્યકર્તાઓ દરેક સંકલ્પીત કાર્યોને નવા અધ્યાય સાથે પુર્ણ કરે છે એટલે આશા છે કે આ વખતે ગુજરાતમા ગત વર્ષ કરતા આ વર્ષે મોટી સંખ્યામા લોકો ભાજપાની સદસ્યતા મેળવી રેકોર્ડ સર્જશે. ગુજરાતમા ઓછામા ઓછા 2 કરોડ વ્યક્તિઓ ભાજપની સદસ્યતા મેળવે તેવો પ્રયાસ કરીશું.

ડો.યજ્ઞેશભાઇ દવેએ જણાવ્યું કે, સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશની બેઠક પછી જીલ્લા અને મહાનગર ખાતે બેઠક 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ત્યારે પછી મંડળ કક્ષાએ અને બુથ કક્ષાએ પણ બેઠક યોજાશે. ભાજપા દ્વારા 2020મા સદસ્યતા અભિયાન યોજાયુ હતુ જેમા ગુજરાતમા 1 કરોડ 13 લાખ જેટલા પ્રાથમિક સભ્યો હતા તેમજ 1 લાખ 40 હજાર જેટલા સક્રીય સભ્યો હતા. આ વખતે વધુમા વધુ લોકો સદસ્યતા પ્રાપ્ત કરે તે માટે માર્ગદર્શન મળ્યુ હતું.

ભાજપ 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનનો આરંભ કરશે

ભાજપ દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ સંયોજક, સહ સંયોજક અને પ્રદેશ સહાયકના નામો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપા દ્વારા 2020મા સદસ્યતા અભિયાન યોજાયુ હતુ જેમા ગુજરાતમા 1 કરોડ 13 લાખ જેટલા પ્રાથમિક સભ્યો હતા તેમજ 1 લાખ 40 હજાર જેટલા સક્રીય સભ્યો હતા. હવે 2 કરોડ લક્ષ્યાંક છે.

સંયોજકોની નિયુકિત નામ

ગાંઘીનગર ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ હતી. ગુજરાતમા સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક તરીકે કે.સી.પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ પ્રદેશ સહ સંયોજક તરીકે સાંસદ દિનેશ મકવાણા, પુર્વ સાંસદ રજંનબેન ભટ્ટ, ધારાસભ્ય જયરામ ગામિત, પંચમહાલ જીલ્લા મહામંત્રી કુલદિપસિંહ સોલંકી, સુરેન્દ્રનગર જીલ્લા પુર્વ ઉપ-પ્રમુખ વાઘજી ચૌહાણ તેમજ પ્રદેશ સહાયક તરીકે પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવે, સોશિયલ મીડિયા કન્વીનર મનન દાણી,આઇ.ટી સેલના સંયોજક શનીખીલભાઇ પટેલને જવાબદારી સોંપવામા આવી હતી.