જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને લગાવી ફટકાર અને સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ FIR નોંધવામાં વિલંબ કેમ કર્યો.?
સુપ્રીમ કોર્ટે મંગળવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સુઓ મોટુ સુનાવણી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને ફટકાર લગાવી અને આ સાથે સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો કે FIR નોંધવામાં વિલંબ કેમ કર્યો? કોલકાતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે કોર્ટે.
સુપ્રીમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધી
ભારતના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે આ ઘટનાની નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસની સુનાવણીને પ્રાથમિકતા આપવી જોઈએ. આ મામલામાં ડોક્ટર પર થતા અત્યાચાર અને હોસ્પિટલોમાં સુરક્ષાના મહત્વને ધ્યાનમાં રાખીને અરજી નોંધવામાં આવી છે. જો કે કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. આમ છતાં સુપ્રીમ કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે.
FIR નોંધવામાં વિલંબ કેમ?: સુપ્રીમ
કોલકાતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને ફટકાર લગાવી અને આ સાથે સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો કે FIR નોંધવામાં વિલંબ કેમ કર્યો છે.
કોલકાતા હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે શું જણાવ્યું
પીડિતાના માતા-પિતાને ડર છે કે જો તપાસ આ રીતે ચાલુ રહેવા દેવામાં આવશે તો તે પાટા પરથી ઉતરી જશે. બીજૂ એકે ચિંતાજનક બાબત એ છે કે અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો. જ્યારે ફરિયાદ ન હોય ત્યારે આવા કેસ નોંધવામાં આવે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે મૃતક આજ હોસ્પિટલમાં ડોક્ટર હતો ત્યારે પ્રિન્સિપાલે શા માટે ફરિયાદ નોંધાવી નહિ અને નિવેદન પણ આપ્યું નહિ આ બાબત આશ્ચર્યજનક છે. કેસની તપાસમાં કોઈ ખાસ પ્રગતિ મળી નથી.
ડોકટરોની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદાની માંગ
આ મામલે ફેડરેશન ઑફ એસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ ઑફ ઈન્ડિયા (FAMCI) અને ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ ઍસોસિયેશન (FORDA) જેવા ડૉક્ટરોની સંસ્થાઓએ પણ સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપની અરજી દાખલ કરી છે. FAMCIએ તેની અરજીમાં હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા અને તબીબી સુવિધાઓના જોખમી વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સંસ્થાઓએ કેન્દ્ર સરકાર પાસે ડોકટરોની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો ઘડવાની માંગ કરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૉક્ટર દ્વારા બળાત્કારની પુષ્ટિ થઈ
9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાંથી 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ડૉક્ટર પર બળાત્કારની પુષ્ટિ થઈ. આ ભયાનક ઘટના બાદ દેશભરના ડોકટરો હોસ્પિટલોમાં વધુ સુરક્ષાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા. 13 ઓગસ્ટે કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી સીબીઆઈને સોંપી હતી.