રાજકોટ અગ્નિ કાંડના ત્રણ મહિના બાદ મ્યુ. કોર્પો તંત્ર દ્વારા કરવામાં આવતી ફાયર એનઓસી-બીયુ પરમિશનની તપાસમાં લાપરવાહી

gujarat-congress-shahezadPathan

અગ્નિકાંડનો મામલો ઠંડો પડી જતાં તંત્ર બિનસંવેદનશીલ અને લાપરવાહ બની જતાં પરિસ્થિતિ ફરી યથાવત થઈ ગઈ છે

હજુ ત્રણ મહિના પહેલા જ રાજકોટમાં ટીઆરપી મોલના ગેમઝોનમાં થયેલ આગની દુર્ઘટનામાં ૩૩ લોકોના મૃત્યુ થયા હતા. અને ત્યાર બાદ આવી દુર્ઘટના બને તો તેમાં બચાવ કામગીરી થઇ શકે તે માટે અગમચેતી રૂપે મ્યુ.કોર્પો.દ્વારા સ્ટાન્ડડ ઓપરેટીંગ પ્રોસિજર (એસ.ઓ.પી.) બહાર પાડ્યુ હતું. જે મુબજ મ્યુનિ તંત્ર ટયુશન કલાસીસ, ગેમ ઝોન, કોમ્પલેક્ષો સહિત અંદાજે ૨૪૪ જેટલી પ્રિમાઇસીસમાં ફાયર એન.ઓ.સી, બી.યુ.પરમીશન છે કે નહી તેમજ ફાયર સેફ્ટીના સાધનોની પરિસ્થિતિ, કોઈ પણ જાતની દુ;ઘટના સમયે બચાવ માટે યોગ્ય વ્યવસ્થા છે કે કેમ ? ફાયર એન.ઓ.સી. રીન્યુ થયેલ છે કેમ ? વિગેરે બાબતે તપાસ ચાલુ કરવામાં આવી હતી. અને તપાસ દરમ્યાન ફાયર સેફટી, બી.યુ.પરમીશન વિનાની મિલક્તોને સીલ મારવામાં આવ્યા હતાં. મ્યુ.કોર્પો. દ્વારા પ્રજાહિતમાં કરાયેલ આ કામગીરી સરાહનીય હતી. પરંતુ હવે તંત્ર દ્વારા તે તપાસ ઢીલી મુકી દેવામાં આવતી હોય તેવુ લાગી રહ્યું છે. જેથી અગ્નિકાંડ સમયે કરેલ તપાસ માત્ર દેખાવ કરવા માટે જ કરેલ હોય તેમ જણાઈ આવે છે.

રાજકોટની દર્દનાક ધટનાની શાહી સુકાઈ નથી અને તંત્ર દ્વારા તે તપાસ ઢીલી મુકી દેવામાં આવેલ છે ત્યારે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે અગાઉ પણ મ્યુનિ તંત્ર દ્વારા હાઇકોર્ટના આદેશથી હોસ્પિટલોમાં ફાયર સેફટી, બી.યુ.પરમીશન જેવી બાબતે તપાસ કરેલ અને બી.યુ. વિનાની મિલક્તોને સીલ મારેલ તે ત્રણ માસમાં બધું બરાબર થઈ ગયું છે? હવે અગ્નિકાંડનો મામલો ઠંડો પડી જતાં તંત્ર બીનસંવેદનશીલ અને લાપરવાહ બની જતાં પરિસ્થિતિ પાછી યથાવત થઈ જવા પામેલ છે, જે કડવી વાસ્તવિક્તા છે. આગ લાગે ત્યારે કુવો ખોદવા ટેવાયેલું તંત્ર “ શેઠની શિખામણ ઝાંપા સુધી ” જેવી માન્યતા ધરાવતું નઠોર થઈ ગયેલ છે.

આમ તમામ બાબતોને ધ્યાનમાં લેતાં જે કોર્મશિયલ પ્રીમાઈસીસોમાં ફાયર એન.ઓ.સી ના હોય બી.યુ.પરમીશન ના હોય તેમજ ફાયરના સાધનોની પરિસ્થિતિ યોગ્ય ના હોય, ફાયર એન.ઓ.સી. રીન્યુ કરાવેલ ના હોય તેમ છતાં જે પ્રિમાઇસીસની બી.યુ. પરમીશન કે ફાયર સેફટી ના હોય તો પણ તેમાં કોર્મશિયલ પ્રવૃતિ ધમધમતી હોય તે તંત્રની મહેરબાની વગર શક્ય જ નથી. આની દુર્ઘટનાં અંગે તંત્રના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. આવી ઘટના ફરી ના બને તેના માટે તેમજ પ્રજાના સલામતી માટે સ્ટાન્ડડ ઓપરેટીંગ પ્રોસિજર (એસ.ઓ.પી.) મુજબની કાર્યવાહી સતત ચાલુ રાખવી જોઈએ, અને આ બાબતે બેદરકાર કે ગેરરીતી કરનારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જેથી આવી કોઈ દુર્ઘટના સમયે બચાવ કામગીરી યોગ્ય રીતે થઈ શકે અને મોટી જાનહાની થતી અટકાવી શકાય. કોંગ્રેસ દ્વારા માંગણી કરવામા આવી છે કે બી.યુ વિનાની કે ફાયર એન.ઓ.સી. વગરની મિલકતો સામે સ્ટાન્ડડ ઓપરેટીંગ પ્રોસિજર (એસ.ઓ.પી.) મુજબની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવે અને તેમાં કોઈ પણ જાતની લાપરવાહી કરવામાં આવે નહી.