ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી આગામી રાજ્યસભાની પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે કુલ 8 રાજ્યોમાંથી 9 ઉમેદવારોની જાહેરાત કરી છે.
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ આજે 20 ઓગસ્ટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં આસામ, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી આગામી રાજ્યસભાની પેટાચૂંટણી માટે નીચેના નામોને મંજૂરી આપી દીધી છે.
ભાજપે આ રાજ્યોમાં ઉમેદવાર જાહેર કર્યા
આસામ – મિશન રંજન દાસ
આસામ – રામેશ્વર તેલી
બિહાર – મનન કુમાર મિશ્રા
હરિયાણા – કિરણ ચૌધરી
મધ્ય પ્રદેશ – જ્યોર્જ કુરિયન
મહારાષ્ટ્ર – ધૈર્યશીલ પાટીલ
ઓડિશા – મમતા મોહંતા
રાજસ્થાન – રવનીત સિંહ બિટ્ટુ
ત્રિપુરા – રાજીવ ભટ્ટાચાર્જી