અમદાવાદમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ભારતરત્નશ્રી રાજીવ ગાંધીને પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો.
20મી ઓગસ્ટ એટલે કે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની જન્મજયંતી, આ નિમિત્તે અમદાવાદમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પુષ્પાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્નશ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમમાં આધુનિક ભારતના વિચારને પ્રસ્થાપિત કરનાર યુવા વડાપ્રધાનના ઉત્કૃષ્ઠ જનલક્ષી કામોને યાદ કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે આધુનિક દેશ બનાવી ભારતને વૈશ્વિક ફલક સુધી લઇ જવાના સ્વપ્ને સાકાર કરવા શિક્ષણ, ટેકનોલોજી અને લોકશાહીમાં યુવાનોના યોગદાનની ભૂમિકાને કંડારનાર રાજીવ ગાંધીની નીતિઓએ ભારતીયોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યા છે.
રાજીવ ગાંધીને બદનામ કરવા વિરોધી દળોએ હથકંડા અપનાવ્યા
યુવાનોના હાથમાં મોબાઈલ, અવકાશ તરતા સેટેલાઈટ અને ગ્રામ પંચાયતમાં શાસન કરતી મહિલાઓએ રાજીવજીના દુરન્દેશી નીતિઓને આભારી છે. ભારતીય રાજકારણમાં ‘મિસ્ટર ક્લીન’ની છબી ધરાવતા રાજીવ ગાંધીને બદનામ કરવા માટે જુદા જુદા હથકંડા અપનાવામાં આવ્યા જેમાં કહેવાતા બોફોર્સ ગોટાળાની વાતો પણ છે પરતું કારગિલ યુદ્ધની જીત બાદ સેનાના ઉચ્ચ અધિકારી દ્બારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં ભારતની યુદ્ધમાં જીત એ બોફોર્સ ટોપને શ્રેય આપવમાં આવ્યો. રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને સંબોધિતા વાત કરી હતી કે વિરોધી દળોએ રાજીવ ગાંધી પર ઘણા આક્ષેપો પણ કર્યા હતા. તો પણ તેમના ચરિત્ર પણ દાગ લગાડી શક્યા નહીં.
શિક્ષણ નીતિને રોજગાર લક્ષી બનાવી
આજ દર્શાવે છે કે દેશની રક્ષાથી લઇ શિક્ષા સુધી રાજીવજી એ ખુબ જ કર્તવ્ય-નિષ્ઠાથી દેશહિતને હંમેશા સર્વોપરી રાખ્યું હતું. શિક્ષણ અને શિક્ષણ નીતિને રોજગાર લક્ષી બનાવી વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે જવાહર નવોદય વિદ્યાલય, ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જેવી મહત્વના સંસ્થાનોની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જે આજે વિશ્વપ્રસિદ્ધ શૈક્ષણિક કેન્દ્રો બની ગયા છે.
દેશની સંસદમાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા
દેશનાં સર્વાંગી વિકાસ માટે સ્વ. રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિએ દેશને વિશ્વની મહાસત્તાઓ સમકક્ષ દેશની સંસદમાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા હતા જેનો લાભ આજે પણ દેશનાં સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે.
સ્વ.રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિતે કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમતસિંહ પટેલ, ગુજરાત કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી શૈલેષ પરમાર, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા રાજીવ ગાંધીને પુષ્પાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ આવ્યા હતા.