યુક્રેન-રશિયાના યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી આ મહિને યુક્રેનની પ્રથમ મુલાકાત લેશે: સૂત્રો

PM Modi Ukraine Visit: યુક્રેન-રશિયા યુદ્ધ ફાટી નીકળ્યા બાદ યુક્રેનની તેમની વડાપ્રધાન તરીકે પ્રથમ મુલાકાત હશે, 21 થી 23 ઓગસ્ટ દરમિયાન PM પોલેન્ડ અને યુક્રેનમાં હશે. અડધા દિવસ માટે વોર્સોથી યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લઈ શકે તેવી શક્યાતાઓ છે.

સૂત્રો દ્વારા ભારતીય વિદેશ મંત્રાલયને ટાંકીને માહિતી આપી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન અને પોલેન્ડ મુલાકાતે જઈ શકે છે. આ પહેલા મોસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યાના લગભગ એક મહિના પછી મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે તેવા સંકેતો સૂત્રો દ્રારા મળેલા છે. યુક્રેનની રશિયા સાથેના સંઘર્ષ બાદ યુદ્ધગ્રસ્ત દેશની આ તેમની પ્રથમ મુલાકાત હશે.

ભારતીય મીડિયાએ અહેવાલ

જાણવા મળ્યુ છે કે પ્રવાસની વિગતો પછીથી શેર કરવામાં આવશે. ભારતીય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મોદી આ મહિને યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમી રાજધાનીઓએ 2022 માં યુક્રેન પરના આક્રમણ પછી મોસ્કો પર પ્રતિબંધો લાગાવી દીધા હતા, પરંતુ ભારત અને ચીન જેવા મિત્ર દેશોઓ તેની સાથે વેપાર કરવાનું ચાલુ રાખ્યુ.

PM 21 થી 23 ઓગસ્ટ દરમિયાન પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 ઓગસ્ટ દરમિયાન PM પોલેન્ડ અને યુક્રેનમાં હશે. અડધા દિવસ માટે વોર્સોથી યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લઈ શકે તેવી શક્યાતાઓ છે. યુક્રેન-રશિયા યુદ્ધ ફાટી નીકળ્યા પછી યુક્રેનની તેમની પહેલી મુલાકાત હશે. જુલાઈમાં પીએમ મોદીની મોસ્કો મુલાકાત બાદ ઘણા પશ્ચિમી દેશોએ લાલ ઝંડો ફરકાવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે પુતિન સાથે પીએમ મોદીનું ગળે મળવાથી માત્ર મોટી નિરાશા જ નહીં પરંતુ શાંતિના પ્રયાસો માટે વિનાશક ફટકો પણ છે.

PM તરીકે ભારતીય વડાપ્રધાનની યુક્રેનની પ્રથમ મુલાકાત હશે

પ્રધાનમંત્રી મોદીની મુલાકાત ભારતીય વડાપ્રધાન તરીકે યુક્રેનની પહેલી મુલાકાત હશે, તેને વ્યાપક પણે રશિયા-યુક્રેન યુદ્ધને સંતુલિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવશે. મીડિયા અહેવાલો પર ટિપ્પણી કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું કે અમે ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીશું અને અમે તમને તેના વિશે વધુ વિગતો આપીશું. સત્તાવાર સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન પોલેન્ડ થઈને યુક્રેનની રાજધાની કિવ જઈ શકે છે.