રામગીરીના ભડકાઉ ભાષણથી શિરડીમાં તણાવ, મહારાજ વિરુદ્ધ FIR, હિંસમાં 18 પોલીસકર્મીઓ ઘાયલ

Tension-in-Maharashtra-Sambhajinagar-Shirdi-FIR-Against-Ramgiri-Maharaj

નાસિકમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ત્યારબાદ મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, સંતોને કોઈ સ્પર્શી શકે નહી.

મહારાષ્ટ્રના નાસિકમાં રામગીરી મહારાજની કથિત ભડકાઉ ભાષણ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શુક્રવારે સાંજે છત્રપતિ સંભાજીનગર અને શિરડીમાં બે પક્ષો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ હિંસક અથડામણમાં 18 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ભદ્રકાલી વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મગુરુ રામગીરી મહારાજે નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના શાહ પંચાલે ખાતે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પૈગંબર મોહમ્મદ સાહેબ અને ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને શુક્રવારે વિવાદ સર્જાયો હતો. ભડકાઉ ભાષણના કારણે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રામગીરી મહારાજ નાસિકમાં એક ધાર્મિક સંસ્થા ચલાવે છે. વૈજાપુર પોલીસે શુક્રવારે સાંજે મહારાજ વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો છે. મહારાજ જાણી જોઈને વિરુદ્ધ નિવેદનો કરીને લોકોની લાગણી ભડકાવવાનો આરોપ છે.

સીએમ શિંદેનો સંતોને લઈને નિવેદન

મહારાજના મઠમાં આયોજિત એક કાર્યક્રમમાં સીએમ શિંદેએ સંબોધન દરમિયાન કહ્યું કે મહારાષ્ટ્રમાં તેમની સરકાર દરમિયાન કોઈપણ ધાર્મિક નેતાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહી, સંભાજીનગરમાં રામગીરી મહારાજ સામે એફઆઈઆર નોંધાયાના કલાકો પછી, સીએમ એકનાથ શિંદેએ નાસિકમાં મહારાજ સાથે મંચ શેર કર્યો. અને વધુમાં શિંદેએ કહ્યું કે, ‘અમારી સરકાર આ મહાન સંતોને આશીર્વાદ છે. મહારાષ્ટ્રમાં કોઈ સંતોને અડી પણ નથી શકતું. સીએમ શિંદે સિન્નાર, નાસિકમાં રામગીરી મહારાજ દ્વારા આયોજિત અખંડ હરિનામ સપ્તાહના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.

નિવેદને તોડમરોડીને વાયરલ કરવો ખોટો: મંત્રી ગિરીશ

સીએમ શિંદે સાથે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્ય મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે રામગીરી મહારાજના નિવેદનને તોડમરોડ કરવામાં આવી રહી છે. જો મહારાજે કોઈપણ મુદ્દા પર કંઈક કહ્યું હોય તો તેને વિકૃત કરીને સોશિયલ મીડિયા પર શેર કરવું ખોટું છે. પોલીસ આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે.

રામગીરી મહારાજ એફઆઈઆર પર શું બોલ્યા

તેમની સામે નોંધાયેલ કેસને લઈને લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેના પર ટિપ્પણી કરતા રામગીરી મહારાજે કહ્યું કે જ્યારે તેમને સરકાર તરફથી નોટિસ મળશે ત્યારે તેઓ આ બાબતે જવાબ આપશે

શુક્રવારે સવારે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં વૈજાપુર, ગંગાપુર, ખંડાલા અને અહેમદનગરના શિરડી સહિત પડોશી જિલ્લાઓના અન્ય વિસ્તારોમાં તણાવ સર્જાયો હતો. આ વિસ્તારોમાં રામગીરી મહારાજના કથિત ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે..