ડોક્ટરો આજથી 24 કલાકની દેશવ્યાપી હડતાળ પર, મેડિકલ અને OPD સેવાઓ બંધ રહેશે

Rajkot-doctors-on-strike

કોલકાતાની મેડિકલ કોલેજ બિલ્ડીંગમાં જઘન્ય હત્યાકાંડ બાદ, નિવાસી ડોકટરોની સંસ્થા FORDA એ મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કર્યા પછી હડતાલ સમાપ્ત કરી હતી.

Kolkata Doctor Rape: 8 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ આ જઘન્ય ગુનાની તપાસ કરી રહી છે. ડોક્ટરોના અનેક સંગઠનો સુરક્ષાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. કેટલાક દિવસો પહેલા હડતાળને સમાપ્ત કરવાની જાહેરાત કરનાર મુખ્ય સંગઠનોએ શનિવાર 17 ઓગસ્ટ થી ફરીથી દેશવ્યાપી હડતાળ શરૂ કરી છે અને આજે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે મેડિકલ અને ઓપીડી સેવાઓ બંધ રહેશે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ આ ઘટનાથી “દુઃખ અને આઘાત” સાથે નવી હડતાળ શરૂ કરી છે.

રાજકોટના ડોક્ટરો હડતાલ ઉપર

ગુજરાતમાં આજે તબીબી કર્મચારીઓ હડતાલ ઉપર છે. રાજકોટના નિવાસી ડોકટરોઓ મોટી સંખ્યામાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યો છે.

IMA 24 કલાક માટે હડતાળની જાહેરાત

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પણ 17 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે હડતાળની જાહેરાત કરી છે. જેમાં તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ-ડોક્ટરોને સામેલ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, ઓપીડી અને અન્ય તબીબી સેવાઓ દેશભરમાં બંધ રહેશે. IMAએ શુક્રવારે દિલ્હીના ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ પણ કાઢી હતી અને પીડિતા માટે ન્યાય અને ડોકટરોની સુરક્ષાની માંગ કરી હતી.

પશ્ચિમ બંગાળમાં લોકો સારવારની રાહ જોતા

પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાં હડતાળના કારણે લોકો હોસ્પિટલોમાં સારવારની રાહ જોતા જોવા મળ્યા હતા. ડોક્ટરોએ 24 કલાક કામ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હવે ઓપીડી 18મી ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યે જ ખુલશે.

FORDAએ હડતાળ સમાપ્ત નિર્ણય લીધો હતો

આ પહેલા FORDAએ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. સંગઠને કહ્યું હતું કે તેમની માંગણીઓ પૂરી કરવામાં આવી છે, જેમાં મેડિકલ સ્ટાફ પર હુમલા રોકવા માટે સેન્ટ્રલ હેલ્થ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની ખાતરી આપવામાં આવી છે.

RDAએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત

જો કે, આ નિર્ણયથી દિલ્હી AIIMS અને સફદરજંગ હોસ્પિટલ જેવી અન્ય ઘણી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA)માં અસંતોષ ફેલાયો હતો. AIIMSના RDAએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને સફદરજંગ હોસ્પિટલના RDAએ તો એમ પણ કહ્યું હતું કે તેઓ હવે FORDA સાથે જોડાયેલા નથી.

FORDA એ હડતાલના સંદર્ભમાં બયાન

FORDA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “RG કાર મેડિકલ કોલેજમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, અમે હડતાળની અમારી પ્રતિબદ્ધતામાં અમારા સાથીદારો, તબીબી સમુદાય અને જનતા સાથે એકતામાં ઊભા છીએ. અમે માનીએ છીએ કે હડતાલને સમાપ્ત કરવાનો પ્રથમ નિર્ણય અમારી હડતાલ, જે મંત્રાલયની ખાતરીઓ પર આધારિત હતી, તેણે અમારા સમુદાયમાં નિરાશા અને રોષને જન્મ આપ્યો છે, ખાસ કરીને બુધવારે રાત્રે થયેલી હિંસા, અમારા માટે આ એક કાળો પ્રકરણ છે સંકટની આ ઘડીમાં આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કેન્દ્રીય મંત્રાલય અને રાજ્ય સરકારની નિષ્ફળતાની અમે સખત નિંદા કરીએ છીએ.”

9 ઓગસ્ટ તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળ્યો

ગયા શુક્રવારે 9 ઓગસ્ટના રોજ મેડિકલ કોલેજ હોસ્પિટલના ઈમરજન્સી બિલ્ડિંગના સેમિનાર હોલમાં તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમાં મોત પહેલા ગંભીર મારપીટ અને સામૂહિક બળાત્કારની શક્યતા પણ સામેલ છે. કોલકાતા પોલીસે આ કેસમાં એક આરોપી સંજય રોય (31 વર્ષ)ની ધરપકડ કરી છે, જે હવે CBI કસ્ટડીમાં છે. આરોપી નાગરિક સ્વયંસેવક છે અને હોસ્પિટલ પરિસરમાં રહેતો હતો. તેણે ચાર વખત લગ્ન કર્યા, પરંતુ તેની બધી પત્નીઓએ તેને છોડી દીધો હતો.