સ્થાનિક સ્વરાજયની ચૂટણીની ભાજપની તૈયારીઓ શરૂ, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં યોજાવાની શક્યતાઓ

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સંસ્થાઓમાં સભ્યોના રાજીનામાં કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીઓ યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.

આગામી ડિસેમ્બરમાં યોજવાની શક્યતાઓના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 5300 જેટલી ગ્રામ પંચાયત, 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લાના બે જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતો અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 5300 પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ યોજવાની છે.

સંભવત એક બે મહિના પછી ચૂંટણીનું જાહેરનામું પડી શકે છે તેમજ ડિસેમ્બર મહિનામાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી કરી લેવાનું પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિચારવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ની તૈયારી ના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય રાજકીય પક્ષોએ યાત્રાઓ અને સભા યોજીને ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર જન સંપર્કની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે અને ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના જાહેરનામા પ્રસિદ્ધ કરીને ડિસેમ્બર મહિનામાં આ ચૂંટણીઓ યોજવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં વિધાનસભા તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજવાની છે 27% ઓબીસી અનામતની અમલવારી સાથે યોજાનારી આ ચૂંટણી ઐતિહાસિક બની રહેશે ઓગસ્ટના મધ્ય ભાગમાં આ અંગેના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવશે

ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોમાં, શિડ્યુલ (અનુસૂચિત) વિસ્તારો અને પેસા એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ બેઠક માટે અને હોદ્દાઓ પ્રમુખશ્રીઓ-સરપંચશ્રીઓ અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.) માટે 27% અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો હોદ્દાઓ 50% ની મર્યાદામાં રાખવા માટે કમિટીની ભલામણ છે. આ ચૂંટણીમાં 27% ઓબીસીની અનામત બેઠક સાતે સાત ટકા એસટી અને ૧૪ ટકા એસટી ની અનામત સાથે કુલ 48% અનામત બેઠકો તથા બાવન ટકા જનરલ બેઠકો માટે ચૂંટણી યોજાશે.

આ ચૂટણી સાથે વિસાવદર અને વાવ વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ  શકે તેવી સંભાવના છે. રાજ્ય ચૂંટણી પંચ ઓગસ્ટના મધ્ય કે અંત સુધીમાં જાહેરનામું બહાર પાડી શકે છે ત્યારબાદ એક મહિના માટે વાંધા અને સૂચનાઓ માંગવામાં આવશે આગામી સપ્ટેમ્બર 2014 ના અંત સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ચૂંટણીની જાહેરાત કરાશે.