અમદાવાદમાં આવતીકાલે “હર ઘર તિરંગા” યાત્રાનો પ્રારંભ, 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા

hargharTiranga

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાની શરૂઆત કરાવશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે તા. 13 ઓગસ્ટ, 2024ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તા. ૦૮થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ યોજાઇ રહ્યું છે. જેના ભાગરૂપે આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિરાટનગરથી નિકોલ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂઆત કરાવશે.

દેશની આઝાદીના 78મા વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદમાં વિરાટનગરથી નિકોલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂઆત કરાવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે તા. 13 ઓગસ્ટ, 2024ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ “હર ઘર તિરંગા” યાત્રામાં 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. આ યાત્રામાં આઝાદીના 78 વર્ષના સંદર્ભે 10 જેટલા ટેબ્લો પણ રાખવામાં આવશે.

આ અંગે અમદાવાદના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી “હર ઘર તિરંગા” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વિરાટનગરના કેસરીનંદન ચોક થઈ બેટી બચાવો સર્કલ વિરાટનગર ઝોનલ ઓફિસથી ઉત્તમનગર ખોડિયાર મંદિરથી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરીને જીવણવાડી સર્કલ થઈ ખોડિયાર મંદિર નિકોલ સુધી “હર ઘર તિરંગા” યાત્રા યોજાશે. આ તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, એસઆરપી બેન્ડ, ફાયરના જવાનો, શાળાના બાળકો, રમતવીરો તથા વિવિધ સમાજના આગેવાનો અને અલગ-અલગ પંથ ધર્મના ધર્મગુરુઓ તેમનાં અનુયાયીઓ સહિત 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તા. ૦૮થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ યોજાઇ રહ્યું છે. જેને રાજ્યમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. રાજ્યભરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાગરિકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગ તમામ મ્યુનિસિપલ કચેરી અને સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. અને આવતીકાલથી તમામ ઐતિહાસિક બિલ્ડિંગ – બ્રિજ વગેરે જગ્યાએ રોશની કરી શણગારવામાં આવશે. ખાસ કરીને શહેરના આઈકોનિક બિલ્ડિંગ, બ્રિજ, તિરંગા યાત્રાના રૂટ ઉપરની મિલકતો ઉપર તિરંગા થીમ આધારીત લાઈટીંગ કરવામાં આવશે.