ઈઝરાયલે ગાઝાની અલ-તાબીન શાળા પર રોકેટથી કર્યો હુમલો,100 થી વધુ લોકો માર્યા ગયા

Israels-war-on-Gaza-live-More-than-100-reported-killed-in-school-attack

ઈઝરાયલી સેના દાવો કરે છે કે, આ શાળામાં હમાસનો અડ્ડો હતો તેથી તેને ઉડાવી દેવામાં આવી અને હમાસના મુખ્ય મથક તરીકે સેવા આપી રહી હતી.

ઈઝરાયલે શનિવારે સવારે ગાઝાની સિટીના દરાજ વિસ્તારમાં અલ- તાબીન શાળા પર ઇઝરાયેલી સેનાએ મિસાઇલો દ્વારા હવાઈ હુમલો કર્યો અને તેને નષ્ટ કરી દેતાં 100 થી વધુ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા હતા. ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તા મહમૂદ બસ્સલે જણાવ્યું કે ત્રણ ઈઝરાયલી રોકેટોએ શાળાને નિશાન બનાવ્યું. વિસ્થાપિત પેલેસ્ટિનિયન આ શાળામાં આશરો લઈ રહ્યા હતા. ઘટના બાદ વિસ્તારમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે. બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

પેલેસ્ટિનિયન નેશનલ લિબરેશન મૂવમેન્ટે હુમલાની નિંદા કરી

પેલેસ્ટિનિયન નેશનલ લિબરેશન મૂવમેન્ટ ફતાહે ગાઝા સિટીની અલ-તાબીન શાળા પર ઇઝરાયેલી સેના દ્વારા હુમલાની નિંદા કરી છે જેમાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે, તેને “જઘન્ય લોહિયાળ હત્યાકાંડ” તરીકે લેબલ કરી અને કહ્યું કે તે “આતંકવાદ અને ગુનાખોરીની ટોચ” નું પ્રતિનિધિત્વ કરે છે.

ઇઝરાયલ સેનાએ હમાસનો અડ્ડો ગણાવ્યો

ઇઝરાયેલ આર્મી (IDF) એ કહ્યું કે અમે ગાઝા શહેરના અલ-સાહબા વિસ્તારમાં સ્થિત અલ-તાબીન સ્કૂલને નિશાન બનાવી છે, કારણ કે આ સ્કૂલમાં હમાસ આતંકવાદીઓનું કમાન્ડ સેન્ટર કાર્યરત હતું. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે આ હુમલો ચોકસાઇ સાથે કરવામાં આવ્યો હતો, જેથી નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થયું હતું. તે જ સમયે, ગાઝાની સરકારે તેને “ભયાનક નરસંહાર” ગણાવ્યો છે. ઇઝરાયેલ આર્મી (IDF) એ કહ્યું છે કે હમાસ આ શાળામાં અડ્ડો ચલાવતો હતો, તેથી અમે તેને ઉડાવી દીધો.

શાળા પર રોકેટથી હુમલો કર્યો

ગાઝામાં ઈઝરાયેલના હુમલા બાદ રાહત કામગીરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, શાળામાં ફસાયેલી મહિલાઓ અને બાળકોને બચાવવામાં મુશ્કેલીઓ આવી રહી છે, કારણ કે ઇઝરાયેલના અધિકારીઓએ આ વિસ્તારમાં પાણીનો પુરવઠો બંધ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે જ્યારે સ્કૂલ પર રોકેટ છોડવામાં આવ્યા ત્યારે સ્કૂલમાં સવારની પ્રાર્થના થઈ રહી હતી. હુમલા દરમિયાન શાળાના પ્રાર્થના હોલની અંદર લગભગ 250 લોકો હતા. માર્યા ગયેલા લોકોમાં, જેમાં મહિલાઓ બાળકો અને શિક્ષકોના મોત થયા હતા.

ઇઝરાયલે 2,000 પાઉન્ડના બોમ્બનો ઉપયોગ કર્યો

ગાઝાના સરકારી મીડિયા ઓફિસના વડા ઈસ્માઈલ અલ-થવાબ્તાએ જણાવ્યું છે કે ઈઝરાયલી સેનાએ ગાઝા સિટીમાં આવેલી અલ-તાબીન સ્કૂલ પરના હુમલામાં 2,000 પાઉન્ડ (907 કિગ્રા) વજનના ત્રણ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં 100 લોકો માર્યા ગયા છે, આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે કારણ કે અલ-અહલી હોસ્પિટલ હુમલાના પરિણામે ગંભીર ઇજાઓનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી છે.

ઈઝરાયલ ગાઝા વ્ચ્ચે એક વર્ષથી યુદ્ધ ચાલે છે

ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ દ્વારા ઑક્ટોબર 7 ના રોજ કરાયેલા હુમલાથી યુદ્ધની શરૂઆત થઈ, જેમાં 1,198 લોકો માર્યા ગયા. આ ઘટનાના જવાબમાં, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં મોટા પાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરી, જેમાં અત્યાર સુધીમાં 39,699 થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયલે હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનું વચન આપ્યું છે.