કોંગ્રેસ ન્યાય યાત્રા: મિડીયા અને સામન્ય જનતા અમને સન્માનની નજરથી જોશો એવો અમારો પ્રયત્ન હશે- જીજ્ઞેશ મેવાણી

મોરબીથી ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો થશે પ્રારંભ, ઝૂલતા પુલ પાસેના દરબાર ગઢથી નીકળશે યાત્રા, સુરેન્દ્રનગરથી વાયા અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે યાત્રા

આજથી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થયો છે. કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. કોંગ્રેસની આ 300 કિ.મી ન્યાય યાત્રા 15 દિવસ સુધી ચાલશે. સુરત તક્ષીલા કાંડ, મોરબી બ્રીજ કાંડ, વડોદરા હરણી કાંડ, રાજકોટના TRP ગેમ ઝોન કાંડના દુર્ઘટનાનાં પીડિતોને ન્યાય અપાવવાનો હેતુંથી કોગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કોંગ્રેસનાં નેતાઓએ જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ આગેવાનો સહિત દુર્ઘટનાનાં પીડિતો આ યાત્રામાં જોડાશે.

300 કિ.મી. 15 દિવસની ન્યાય યાત્રા

મોરબીના ઝૂલતા બ્રિજ પાસેના દરબાર ગઢથી નીકળી છે આ ન્યાય યાત્રા, સુરેન્દ્રનગરથી વાયા અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે આ યાત્રા ગુજરાતભરમાં સર્જાયેલ અનેક દુર્ઘટનાઓનાં પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 300 કિલો મીટરની અને 15 દિવસ સુધીનો સફરની યાત્રા હશે. આ ન્યાય યાત્રા 9 ઓગસ્ટનાં ક્રાંતિ દિવસના રોજ મોરબીથી શરૂ થઈ છે, જેમાં કોંગ્રેસનાં વિવિધ નેતાઓમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી, અમિત ચાવડા, વિમલ ભાઈ સહિત તેમ જ મોરબી કોંગ્રેસનાં આગેવાનો અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનાં પીડિતો જોડાયા છે.

પ્રથમ દિવસે 27 કિલોમીટરની હશે

કોંગ્રેસની આ ન્યાય યાત્રા 15 દિવસ સુધી ચાલશે, જે ગાંધીનગર સુધી યોજાશે. આજે પ્રથમ દિવસે 27 કિલોમીટરની ન્યાય યાત્રા યોજાશે. કોંગ્રેસની ન્યાય યાત્રા પ્રથમ દિવસે મોરબીથી ટંકારા સુધી યોજાશે. મોરબીનાં દરબારગઢ ઝૂલતા બ્રિજ  દુર્ઘટના સ્થળેથી આ ન્યાય યાત્રા શરુ થશે.

જીજ્ઞેશ મેવાણી શુ બોલ્યા?

9 ઓગસ્ટ ક્રાંતિ દિવસે યાત્રા શરૂ થતા પહેલા જીજ્ઞેશ મેવાણીએ ક્રાંતિ સભામાં ભાજપને આડે હાથ લેતા બોલ્યા કે, ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ કેબિનેટ મંત્રીઓના ઈશારે તપાસ કરતા નથી તેમની પણ સંડોવણી છે, જેને તપાસ સોપી છે તે લાખો રૂપિની જમીનના કોભાંડમાં સંડોવાયલા અધિકારીઓને તપાસ સોપે તો ક્યાથી ન્યાય મળશે. ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ જેથી ઝડપથી તમામ કેસનો નિકાલ આવે. તમામ દુર્ઘટનાઓનાં પીડિતોને દોઢ થી બે કરોડનો વળતર ચુકવે જોઈએ સરકારને

જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતના મીડીયા માધ્યમોને અને સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યુ કે, મીડીયા અને જનતા અમને સનમાનની નજરથી જોવો એવો અમારો પ્રયત્ન રહેશે.

નીતિન પટેલની ન્યાય યાત્રા મુદ્દે પ્રતિક્રિયા

પુર્વ ડેપ્યુટી ચીફ મિનીસ્ટર નીતિન પટેલની કોંગ્રેસ ન્યાય યાત્રા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે. આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે. મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. રેલીનો કોંગ્રેસે જે હેતુ રાખ્યો છે તે અપ્રાસંગિક છે. જે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે તેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે.

અમને ન્યાય મળવો જોઈએ: પીડિત પરિવાર

આ ન્યાય યાત્રા કોંગ્રેસની શરૂઆત થતા પહેલા પીડિત પરિવારોએ કહ્યું કે, દોઢ વર્ષથી આજે પણ અમે ન્યાયની માગ કરી રહ્યાં છીએ. અમારે પૈસાની જરૂરિયાત નથી. અમારે તો બસ ન્યાય મળવો જોઈએ. જે પણ જવાબદાર લોકો છે જે પણ આરોપી છે તેમને સજા અપાવુ એજ અમારો ન્યાય છે.

રાહુલ ગાંધી જોડાઈ શકે તેવી શક્યતા

ગુજરાત કોંગ્રેસના પ્રદેશના મોવડી મંડળે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ યાત્રામાં જોડાવા માટે ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે. મોરબી, રોજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા યોજવાની તૈયારી કરી દેવાઈ છે. હવે કોંગ્રેસ ગુજરાતમાં ફરી પ્રાણ ફૂંકવા માંગે છે.