સોના-ચાંદીના ભાવમાં તેજી; સોનામાં 1,100 અને ચાંદીમાં 1,800 રૂપિયાનો વધારો

Gold

સોના-ચાંદીના ભાવમાં સતત વૃદ્ધિના પગલે તેની માંગ સ્થાનિક બજારમાં નહિંવત્ત જોવા મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં ઘટાડાના કારણે સોના-ચાંદીની માગ વધી છે.

દિલ્હી ખાતે આજે સોનાના ભાવ રૂપિયા 1,100 વધીને રૂપિયા 72,450 અને ચાંદી કીલોનો ભાવ રૂપિયા 1,400 વધીને રૂપિયા 82,500 થયા છે. જ્યારે સોનું 99.5નો ભાવ રૂપિયા 1,100 વધી રૂપિયા 72,100 થયો છે.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ સોનું (99.9) રૂપિયા 900 ઉછળીને રૂપિયા 72,500 અને સોનુ (99.5) રૂપિયા 900 વધી રૂપિયા 72,300 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,800 ઉછળી રૂપિયા 81,500 રહ્યા હતા.

અમદાવાદમાં આજે સોનાની કિંમત રૂ. 72500 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહી હતી. જે ગઈકાલની રૂ. 71600 પ્રતિ 10 ગ્રામની તુલનાએ રૂ.1100 વધી છે. બીજી બાજુ ચાંદી રૂ. 800 મોંઘી થઈ રૂ. 81500 પ્રતિ કિગ્રા થઈ હતી. વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવોમાં વધારાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે.

વૈશ્વિક સ્તરે અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા તેમજ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે મેથી જૂન દરમિયાન કિંમતી ધાતુ બજારમાં આકર્ષક તેજી જોવા મળી હતી. જો કે, જુલાઈથી ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સ્થાનીય બજારમાં સોનુ રૂ. 2200 પ્રતિ 10 ગ્રામ (2.96 ટકા) અને ચાંદી રૂ. 6000 પ્રતિ 1 કિગ્રા (6.67 ટકા) સસ્તુ થયું છે. ભાવમાં ઘટાડાના લીધે ઘરાકી વધી છે. જો કે, હવે ફરી ભાવ વધી રહ્યા હોવાથી રિટેલ વેપારીઓ ઘરાકી વધશે કે કેમ તેની અસમંજસમાં છે.અગાઉ 20 મે, 2024માં સોનુ રૂ. 77000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 93000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચી હતી.