આજે સવારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વજન દરમિયાન વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ હતું, જેથી તે ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ છે.
આજે પેરિસ ઓલિમ્પિક 2024ના 12મા દિવસે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને નિર્ધારિત શ્રેણીમાં વધુ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થવું પડ્યું છે. તેનું વજન જાળવી ન રાખવા બદલ તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. તેનું વજન 50 કિલો કરતાં માત્ર 100 ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું છે.
વિનેશ ફોગાટ આજે રાત્રી દરમિયાન ફાઈનલ મેચ રમવાની હતી. રાત્રે લગભગ 10 વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સામે ફાઇનલ મેચ થવાની હતી. સવારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વજન દરમિયાન તેના વજનમાં 100 ગ્રામનો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે તેને ડિસક્વોલિફાય કરવામાં આવી છે.
ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે, અફસોસ છે કે ભારતીય ટુકડી મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાના સમાચાર શેર કરે છે. ટીમ દ્વારા આખી રાતના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેણીનું વજન 50 કિલોથી વધુ થોડા ગ્રામ હતું.
નિયમો અનુસાર, વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક નહીં હોય. આ પછી 50 કિગ્રા વર્ગમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે. જો કે, ગેરલાયક ઠર્યા પછી ફાઇનલ થશે નહીં. વિનેશને કોઈ મેડલ પણ નહીં મળે. અગાઉની સ્પર્ધાઓમાં વિનેશનું વજન નિર્ધારિત શ્રેણી મુજબ હતું. આ વાતની જાણ થતાં જ વિનેશ ફોગટની તબિયત લથડી હતી.
સ્પોર્ટ્સ એક્સપર્ટ બૌરિયા મજુમદારના જણાવ્યા અનુસાર, વિનેશ બેહોશ થઈ ગઈ હતી અને તેને ક્લિનિકમાં દાખલ કરવામાં આવી છે. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા તેમને મળવા જઈ રહ્યા છે.
ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું- વિનેશના વાળ પણ કપ્યા હતા, પરંતુ તે પૂરતું વજન ઘટાડી શકી નહોતી
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને વધુ વજનને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશમાં નિરાશા છવાઇ ગઇ છે. દેશવાસીઓને આશા હતી કે વિનેશ ફાઈનલ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીતશે, પરંતુ એવું થઈ શક્યું નહીં.
મોદીએ ટ્વીટ કરી કહ્યું- વિનેશ, ચેમ્પિયન ઓફ ચેમ્પિયન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, વિનેશ, તું ચેમ્પિયનની ચેમ્પિયન છે. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની નિષ્ફળતા દુઃખ આપે છે. હું ઈચ્છું છું કે હું જે નિરાશાની લાગણી અનુભવી રહ્યો છું તે શબ્દોમાં રજૂ કરી શકું. તે જ સમયે, હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. હંમેશા પડકારોનો સામનો કરવાનો તમારો સ્વભાવ રહ્યો છે. વધુ જોશ અને જુસ્સા સાથે પાછા આવો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
IOC સભ્ય નીતા અંબાણીએ કહ્યું- સમગ્ર દેશ વિનેશના દર્દ અને દુ:ખ સાથે છે
IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું- આજે સમગ્ર દેશ વિનેશના દર્દ અને દુ:ખ સાથે છે. તે ચેમ્પિયન ફાઇટર છે. મને કોઈ શંકા નથી કે તે વધુ મજબૂત રીતે પાછી આવશે. તેણે વારંવાર બતાવ્યું છે કે તે તાકાત માત્ર તેની અવિશ્વસનીય જીતમાં જ નથી, પરંતુ પ્રતિકૂળતાને દૂર કરવાની તેની ક્ષમતામાં પણ છે. વિનેશ આવનારી પેઢીઓ માટે ખાસ કરીને યુવાન છોકરીઓ અને તેમના માતા-પિતા માટે પ્રેરણા છે, તેમને સપના અને દ્રઢતાની શક્તિ બતાવે છે. કોઈપણ મેડલ કરતાં વધુ સારા, અમે બધા તમારી સાથે છીએ.
રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયાએ લખ્યું- અમે તમારી સાથે છીએ