રાજ્યમાં બદલીનો દોર યથાવત, પહેલા 18 IAS, સેકન્ડ રાઉન્ડમાં વધુ 10 IAS અધિકારીઓની બદલી 

Indian Administrative Service

ગુજરાતમાં વધુ 10  અધિકારીઓની બદલીઓમાં કયા IAS ને ક્યાં પોસ્ટિંગ મળ્યું છે તે જાણો, સાબરકાંઠાના કલેક્ટર બન્યા રતનકંવર ગઢવીચારણની, ભાવનગરના કમિશનર બન્યા સુજીત કુમાર, નૈમેશ દવેની વલસાડ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી.

ગુજરાતમાં ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) માં બદલીયોનો દોર ધમધમાટી રહ્યો છે. બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ રાજ્યપાલના આદેશથી જીએડીના કમલ દયાની દ્વારા જાહેર કરવામાં આવી છે.

ગત 31મી જૂલાઈના રોજ વહીવટી વિભાગ દ્વારા IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની બદલવામાં આવ્યા હતા. આની સાથે આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી.

પોરબંદરના કલેક્ટર તરીકે નિમણુંક એસ. ડી. ધાનાણીની કરવામાં આવી છે, એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર બનાવાયા, રતનકંવર ગઢવીચારણની સાબરકાંઠા તરીકે બદલી કરવામાં આવી છે. એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા, શ્વેતા તેવટીયાની GUVNL નાં ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર બનાવાયા, એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવાયા, લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ, બી. જે. પટેલને ગાંધીનગરના DDO તરીકેની નિમણુંક કરવા આવી છે.