ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચ્યા છે. નીરજ ચોપરાએ ક્વોલિફિકેશનના તેના પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નીરજે પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર થ્રો કર્યો હતો, જે 84 મીટરની ઓટોમેટિક ક્વોલિફિકેશન કરતા ઘણો વધારે હતો. આ સિઝનમાં નીરજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની ભાલા ફેંક ઈવેન્ટની ફાઈનલ ગુરુવાર, 8 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર રાત્રે 11:55 વાગ્યે રમાશે. ભારતને આશા છે કે ગોલ્ડન બોય નીરજ ચોપરા ફરી એકવાર ગોલ્ડ મેડલ કબજે કરશે.
વીડિયો જોવા નીચે ફોટા ઉપર ક્લીક કરો.
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ મંગળવારે પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાયરમાં પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય કર્યો છે. જે તેનો સિઝન બેસ્ટ સ્કોર પણ હતો.
જુઓ વીડિયોઃ- https://x.com/JioCinema/status/1820761445337903505
નીરજે 89.34 મીટરનો પોતાનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો છે. ક્વોલિફિકેશનમાં 84 મીટર ક્લીયર કરનાર એથ્લેટ આપમેળે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જાય છે. આ સિવાય ટોચના 12 ખેલાડીઓ પણ મેડલ સ્પર્ધા માટે ક્વોલિફાય થાય છે. નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરનો શાનદાર થ્રો કર્યો હતો. પરિણામે, તેણે સરળતાથી ક્વોલિફિકેશનનો આંકડો પાર કર્યો અને સતત બીજી વખત ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચી ગયો.
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હવે તે ફરી એકવાર તે પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તેવી અપેક્ષા ભારતીય રમતપ્રેમીઓનાં મનમાં હતી.