ચંદ્ર પૃથ્વીથી દૂર જવાની પ્રક્રિયા લાખો વર્ષોથી ચાલી રહી છે. જો કે, ખગોળશાસ્ત્રીઓને લગભગ 60 વર્ષ પહેલા આ વિશે માહિતી મળી હતી
ચન્દ્ર પૃથ્વીથી આશરે 3.8 સેન્ટિમિટર દૂર જઇ રહ્યો છે. જેના કારણે આગામી 2 હજાર વર્ષમાં પૃથ્વીના દિવસનો સમયગાળો 25 કલાક થઇ જશે. અભ્યાસ દર્શાવે છે કે 1.4 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીનો દિવસ 18 કલાકનો હતો. આ ઘટના પ્રાથમિક રીતે પૃથ્વી અને ચન્દ્ર વચ્ચે ગુરુત્વાકર્ષણ બળના કારણે સંભવે છે.આ ઘટના પ્રાથમિક રીતે પૃથ્વી અને ચન્દ્ર વચ્ચે ગુરુત્વાકર્ષણ બળના કારણે સંભવે છે.
મજાની વાત એ છે કે માણસ સતત ચંદ્રની નજીક જવાનો પ્રયત્ન કરતો રહે છે. તે જ સમયે, ચંદ્ર દર વર્ષે ધીમે ધીમે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. એક અભ્યાસમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ચન્દ્ર પૃથ્વીથી દર વર્ષે 3.8 સેન્ટિમીટર દૂર જઇ રહ્યો છે. જેના કારણે પૃથ્વી પર દિવસની લંબાઇમાં ફરક પડી શકે છે. આ શોધ સીધી સાયન્સ ફિક્શન ઉપર પ્રતિબિંબ પાડે છે, જે મૂળરૂપે ઝીણવટભર્યું વૈજ્ઞાનિક અવલોકન અને વિશ્લેષણ સાથે જોડાયેલું છે.
વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીની ટીમે પર્વત નિર્માણના 900 વર્ષની ખડકોની રચની પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પૃથ્વી અને ચન્દ્રના ધીમે ધીમે દૂર થવાની અસરો વિશે વાત ઉજાગર કરી છે. ચંદ્ર પૃથ્વીથી દૂર જવાની પ્રક્રિયા લાખો વર્ષોથી ચાલી રહી છે. જોકે, ખગોળશાસ્ત્રીઓને લગભગ 60 વર્ષ પહેલા આ વિશે માહિતી મળી હતી. હવે વૈજ્ઞાનિકોએ ચંદ્રને દૂર કરવાની ગતિ અને તેની અસરનો અંદાજ લીધો છે.
વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીના જિયોસાયન્સના પ્રોફેસર સ્ટીફન મેયર્સે જણાવ્યું હતું કે જો ચન્દ્ર પૃથ્વીથી દૂર જશે તો પૃથ્વી સ્પિનિંગ ફિગર સ્કેટરની માફક બનશે. જે ધીમે ધીમે પોતાના હાથ બહાર લંબાવતા ધીમા પડી જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણી એક મહત્ત્વાકાંક્ષા એ છે કે એસ્ટ્રોક્રોનોલોજીનો ઉપયોગ કરી દૂરના ભૂતકાળનો સમય જણાવવો અને પ્રાચીન ભૌગોલિક માપદંડ વિકસિત કરવો છે.
યુનિવર્સિટીનો અભ્યાસ આ ઘટનાના ઐતિહાસિક અને ભૂવૈજ્ઞાનિક તાદર્શના ઊંડાણમાં લઇ જાય છે. પ્રાચીન ભૂસ્તરીય રચનાઓ અને કાંપના સ્તરોનું પરીક્ષણ કરીને, સંશોધકોએ કરોડો વર્ષોમાં પૃથ્વી-ચન્દ્ર પ્રણાલીનો ઇતિહાસ શોધી કાઢ્યો છે. તેમનાં તારણો સૂચવે છે કે ચન્દ્રનો વર્તમાન ધીમાં પડવાનો દર પ્રમાણમાં સ્થિર છે.
વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીના જિયોસાયન્સના પ્રોફેસર સ્ટીફન મેયર્સે જણાવ્યું કે આપણે કરોડો વર્ષ જૂના પર્વતોનો અભ્યાસ કરવા સક્ષમ બનવા માગીએ છીએ, જેનાથી આપણે કેવી રીતે આધુનિક ભૌગોલિક પ્રક્રિયાના અભ્યાસની તુલના કરી શકીશું. ચન્દ્રનું દૂર જવું એ કોઇ નવી શોધ નથી પરંતુ તેની દાયકાઓથી જાણકારી છે.
ખગોળશાસ્ત્રીઓ કહે છે કે ગેલેક્સીમાં ગ્રહો છે. દરેક ગ્રહનું પોતાનું સંતુલન હોય છે. બધા ગ્રહો એકબીજાને આકર્ષે છે. જેના કારણે ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે અવકાશની ઘટનાને કારણે પૃથ્વી પરથી ડાયનાસોરની પ્રજાતિ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ.