Paris Olympics 2024: શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ જીત્યો, 50 મી. રાઇફલ થ્રી પોઝિશનમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય

swapnilKushal

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ, કુલ 3 મેડલ

સ્વપ્નિલ કુસાલેએ પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય શૂટર છે. તેણે ફાઇનલમાં 451.4નો સ્કોર કરીને બ્રોન્ઝ જીત્યો હતો.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ત્રીજો મેડલ જીત્યો છે. આજે ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં બોન્ઝ જીત્યો છે. શૂટર સ્વપ્નિલ કુસાલે 50 મીટરમાં બ્રોન્ઝ જીત્યો છે. રાઇફલ થ્રી પોઝિશનની મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા પણ ભારતે બે બોન્ઝ પણ શૂટિંગમાં જ મેળવ્યા છે. આમ ભારતના ખાતામાં અત્યાર સુધી કુલ 3 મેડલ છે.

પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. આ પહેલા કોઈ પણ ભારતીય ઓલિમ્પિક મેડલ જીત્યો નથી. સ્વપ્નિલ કુસાલેનું નામ ગઈકાલ સુધી ભારતીયો જાણતા ન હતા. પરંતુ, હવે તે દેશનો સ્ટાર છે.

પીએમ મોદીએ સ્વપ્નિલને અભિનંદન પાઠવ્યા

પુરુષ 50 મીટર રાઈફલમાં 29 વર્ષીય સ્વપ્નિલ કુસાલે બોન્ઝ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. તેણે 451.4 સ્કોર સાથે ફાઈનલમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. મૂળ કોલ્હાપુરના સ્વપ્નિલ કુસાલે ક્વોલિફિકેસન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરતાં 60 શોટ્સમાં 590 આંક મેળવ્યા હતા.

દેશ માટે મેડલ જીતીને ખૂબ જ ખુશ છું – સ્વપ્નિલ કુસાલે
મેડલ જીત્યા બાદ સ્વપ્નિલે કહ્યું, ‘હું દેશ માટે મેડલ જીતીને ખૂબ જ ખુશ છું. ફાઈનલ દરમિયાન હું ખૂબ જ નર્વસ હતો, મારા ધબકારા વધી ગયા હતા.’

ફાઈનલ મેચમાં નીલિંગ અને પ્રોન સિરીઝ સમાપ્ત થયા બાદ સ્વપ્નિલ કુસલે 310.1 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને હતો. પરંતુ સ્ટેન્ડિંગની બે સિરીઝમાં શાનદાર વાપસી કરી. સ્ટેન્ડિંગ સિરીઝ પછી સ્વપ્નિલ ત્રીજા સ્થાને આવ્યો અને તેણે આ સ્થાન જાળવી રાખ્યું.

નીલિંગમાં શૂટર ઘૂંટણ પર બેસીને શૂટિંગ કરે છે જ્યારે પ્રોનમાં જમીન પર સુઈને શૂટિંગ કરે છે. જ્યારે સ્ટેન્ડિંગમાં ઉભા રહીને શૂટિંગ કરવાનું હોય છે.