ઇઝરાયલના હવાઈ હુમલામાં હમાસના સૈન્ય વડા મોહમ્મદ દૈફનું મોત, IDFએ સોશિયલ પુષ્ટિ કરી

mohammad-daif-finish

ઇઝરાયલે 7 વખત દૈફને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. ત્યારે હવે ઇઝરાયલી સેના દૈફને મારવાના તેના આઠમા પ્રયાસમાં સફળ રહી હતી.

હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાના એક દિવસ પછી, ઇઝરાયલી સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે, હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફ તેમના હુમલામાં માર્યો ગયો છે. સેનાએ કહ્યું કે, ગાઝાના ખાન યુનિસમાં 13 જુલાઈના રોજ ફાઈટર જેટ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોત થયું હતું.

હમાસના સૈન્ય વડા મોહમ્મદ ડેઇફ, જેઓ ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે થયેલા હુમલા પાછળના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા હતા, તે માર્યો ગયો હતો, એમ ઈઝરાયેલ સંરક્ષણ દળોએ જણાવ્યું હતું. આમ, મોહમ્મદ દૈફના મૃત્યુના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા, પરંતુ આજે તેની પુષ્ટિ થઈ ગઈ છે.

અહેવાલો અનુસાર હમાસના ત્રણ મોટા નેતાઓ હતા જેમણે ઈઝરાયલ પર હુમલામાં મોટી ભૂમિકા ભજવી હતી. જેમાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયા, ગાઝાના વડા યાહ્યા સિનવાર અને લશ્કરી વડા મોહમ્મદ દૈફનો સમાવેશ થાય છે. ગત 31 જુલાઈ (બુધવારે) હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયાની તહેરાનમાં હત્યા કરવામાં આવી હતી. મોહમ્મદ દૈફ અને ઈસ્માઈલ હાનિયાના મૃત્યુ બાદ હવે હમાસમાં માત્ર યાહ્યા સિનવાર જ સૌથી મોટા નેતા બચ્યા છે.

ઇઝરાયલે 7 વખત દૈફને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રયાસ સફળ થયો ન હતો. ત્યારે હવે ઇઝરાયલી સેના દૈફને મારવાના તેના આઠમા પ્રયાસમાં સફળ રહી હતી.

https://x.com/RoyalFMRwanda/status/1818929117951066129/video/1

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે દૈફના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે, ગાઝામાંથી આતંકવાદને નાબૂદ કરવાના લક્ષ્યમાં આ એક મોટું પગલું સાબિત થયું છે. ઈઝરાયલી દળોએ 13 જુલાઈના રોજ ગાઝાના ઓસામા બિન લાદેન દાઈફને મારી નાખ્યો હતો. હવે અમે હમાસને ખતમ કરવાની ખૂબ નજીક પહોંચી ગયા છીએ.

યોવ ગાલાંટેએ તેની પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કર્યો, જેમાં તે બ્લેક માર્કર સાથે દાઈફના ફોટાને ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે, “આઈડીએફ અને શિન બેટ ટીમનું સંયુક્ત ઓપરેશન સાબિત કરે છે કે અમે હવે અમારાં લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ છીએ.” આતંકવાદીઓ પાસે બે જ વિકલ્પ છે, કાં તો તેઓ આત્મસમર્પણ કરે, નહીં તો તેમને મારી નાખવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, મોહમ્મદ દૈફ 2002થી હમાસની સૈન્ય શાખાનો વડો હતો. મોહમ્મદ દૈફનો જન્મ 1965માં ગાઝાના ખાન યુનિસ કેમ્પ (શરણાર્થી કેમ્પ)માં થયો હતો. તે સમયે ગાઝા ઇજિપ્તના નિયંત્રણ હેઠળ હતું. દૈફે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. બાળપણથી જ તેણે તેના સંબંધીઓને પેલેસ્ટાઈન માટે લડતા જોયા હતા. 1950માં શસ્ત્રો સાથે ઈઝરાયલમાં ઘૂસણખોરી કરનારાઓમાં તેના પિતા પણ સામેલ હતા.

તેહરાનમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાને બદલો લેવાની ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની દ્વારા ઈઝરાયેલ (Israel) વિરુદ્ધ જવાબી કાર્યવાહીને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ IDF એ કોઈપણ પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરી લીધી છે. IDF એ કહ્યું છે કે તે ઈઝરાયેલ (Israel) પર કોઈપણ ઈરાની હુમલા માટે તૈયાર છે. 

80ના દાયકાના અંત ભાગમાં હમાસની સ્થાપના થઈ તે સમયે દૈફ લગભગ 20 વર્ષનો હતો. આ તે સમય હતો જ્યારે પશ્ચિમ કાંઠા અને ગાઝા પટ્ટી પર ઇઝરાયલના કબજા સામે પ્રથમ પેલેસ્ટિનિયન ઇન્ટિફાદા અથવા બળવો શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન, દૈફને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં ડઝનેક લોકોના મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવ્યો હતો. આ પછી 1993માં ઈઝરાયલ-પેલેસ્ટાઈનથી હજારો માઈલ દૂર અમેરિકામાં સમજૂતી થઈ. વિશ્વ તેને ઓસ્લો એકોર્ડ તરીકે ઓળખે છે.

આ શાંતિ કરાર ઈઝરાયલ અને પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO) વચ્ચે થયો હતો. આ કરાર હેઠળ PLO એ 10 સપ્ટેમ્બર, 1993ના રોજ ઇઝરાયલને માન્યતા આપી હતી. બદલામાં, ઇઝરાયલે પણ PLOને પેલેસ્ટાઇનનું સત્તાવાર પ્રતિનિધિ માન્યું, પરંતુ હમાસને આ પસંદ ન આવ્યું. તેમણે કહ્યું કે, પેલેસ્ટાઈનને 1948ના આરબ-ઈઝરાયલ યુદ્ધ પહેલાં તેની પાસે રહેલી તમામ જમીન પરત કરી દેવી જોઈએ. વર્ષ 1996માં ઓસ્લો કરાર વિરુદ્ધ ઈઝરાયલમાં હુમલો થયો હતો. જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા. દૈફ પર પણ આનો આરોપ હતો.

દૈફ વર્ષોથી ઇઝરાયલની “મોસ્ટ વોન્ટેડ” યાદીમાં ટોચ પર હતો. ઈઝરાયલે 2021માં તેને 7 વખત મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. વર્ષ 2014 માં, ઇઝરાયેલી દળોએ એક ઘર પર હુમલામાં દૈફને મારવાનો પ્રયાસ કર્યો હતો. આમાં પણ તે નિષ્ફળ ગયા હતા. આ હુમલામાં દૈફની પત્ની, સાત મહિનાનો પુત્ર અને ત્રણ વર્ષની પુત્રીનું મોત થયું હતું.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકાના મતે 2014માં જ્યારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ સંઘર્ષ થયો ત્યારે દૈફે જ હમાસની આક્રમક રણનીતિ બનાવી હતી.