ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 233 PSIને PI તરીકે બઢતી અપાઈ, પોલીસબેડામાં ખુશીનો માહોલ

PSI-to-PI-promotion

ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલી કરવામાં આવી હતી. તેના એક દિવસ બાદ આજે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 233 બીન હથિયારધારી PSIને PI તરીકે બઢતી આપવામાં આવી છે.

ગુજરાત પોલીસમાં લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા બીન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બઢતીની રાહ જોઇ રહ્યાં હતા. ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે IAS અને IPS અધિકારીઓની બઢતી-બદલી કર્યા બાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બઢતીનો પણ હુકમ કરવામાં આવ્યો છે. જેમાં 233 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી)ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) તરીકે બઢતી આપવામાં આવી છે. તમામ પીએસઆઈને ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવશે,અને તેઓ પીઆઈ તરીકે ફરજ બજાવશે,

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. વિગતવારની નિમણૂંકના હુકમ ન થાય ત્યાં સુધી બઢતી પામેલા તમામ પોલીસ સબ ઈન્સ્પેકટરને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે. ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી અપાઈ

પોલીસ કર્મચારીઓને એવોર્ડ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા

રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરવા માટે પોલીસ કર્મચારીઓનું એવોર્ડ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. DGP કમેન્ડેશન ડિસ્ક દ્વારા પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરાયાં છે. રાજ્યભરમાંથી 110 જેટલા પોલીસ કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ DGP ના વિકાસ સહાય હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સુભાષ ત્રિવેદી, આર.બી. બ્રહ્મભટ્ટ સહિતનાં અધિક પોલીસ મહાનિર્દેશક અધિકારીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, રૂપલ સોલંકી પોલીસ અધિક્ષકને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.