ભારતને મંગળવારે પેરિસ ઓલિમ્પિકમાં બીજો મેડલ મળ્યો છે. શૂટર મનુ ભાકર અને સરબજોતે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે. એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. તેણે બે દિવસ પહેલાં (28 જુલાઈ) 10 મીટર મહિલા પિસ્તોલ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો.
શૂટિંગ ઉપરાંત ભારતીય મેન્સ હોકી ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવીને તેની અજેય દોડ ચાલુ રાખી હતી. પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતની હોકી ટીમ આયર્લેન્ડ સામે રમવા ઉતરી હતી. ભારતીય હોકી ટીમે આયરલેન્ડને 2-0થી ધોઈ નાખી છે. ભારતનો 2-0થી આસાન વિજય થયો હતો. ભારતે આ જીત સાથે જ ગ્રુપ બીમાં પ્રથમ સ્થાન લઈ લીધું છે. આ ભારતની ત્રીજી મેચ હતી. ભારતે પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી હતી. બીજી મેચમા અર્જેટીના વિરુદ્ધ ડ્રો રમી હતી.
પ્ટન હરમનપ્રીત સિંહે ભારતને પ્રથમ ગોલ નોંધાવીને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર પછી બીજા ક્વાર્ટરમાં પણ તેણે બીજો ગોલ ફટકારીને ભારતને મજબૂતાઈ અપાવી હતી. હરમનપ્રીત સિંહે કેપ્ટન તરીકે ટીમને ત્રણ મેચમાં કુલ 4 ગોલ નોંધાવીને ગોલ સ્કોરમાં પણ ટોપ કર્યું હતું. આ મેચમાં ગોલકીપર શ્રીજેશે વારંવાર આયર્લેન્ડને ગોલ કરતાં અટકાવી હતી. વારંવાર આયર્લેન્ડને પેનલ્ટી મળી હતી અને તેને ભારતના શ્રેષ્ઠ ગોલકીપર શ્રીજેશના ડિફેન્સના કારણે ગોલમાં ફેરવી શકાયો નહોતો.
આ અગાઉ ભારતની હોકી ટીમે આર્જેન્ટિના સામે મેચ ડ્રો કરી હતી. શરૂઆતમાં જ આર્જેન્ટિનાએ ગોલ નોંધાવી ભારતને દબાણમાં લાવી દીધું હતું. રમતના છેલ્લા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે આખરે એક પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કરીને ભારતને બરોબરી કરવાની તક આપી હતી અને મેચ બચાવી લીધી હતી.
ભજન કૌરની તીરંદાજીમાં આગેકૂચ
આર્ચરીમાં ભજન કૌરનો પણ રાઉન્ડ 32માં વિજય થયો હતો. હવે તેણી રાઉન્ડ ઑફ 16માં રમશે.
સાત્વિક ચિરાગ બેડમિન્ટન ડબલ્સમાં જીત્યા
બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં સાત્વિક ચિરાગની જોડીએ ભારતને જીત અપાવી હતી. બંનેએ 21-13, 21-13થી પોતાની મેચ જીતી લીધી હતી. આમ હવે બેડમિન્ટનમાં પણ ભારતને વધુ એક મેડલ મળે તેવી શક્યતાઓ બની ગઈ છે.