ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં આગામી કેટલાંક દિવસમાં ભારે અને મધ્યમ વરસાદ પડી શકે છે
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન કોંકણ અને ગોવા, વિદર્ભ અને મધ્યપ્રદેશના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ ગુજરાત અને કેરળમાં થોડો ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે .
હવામાન વિભાગ દ્વારા ગુજરતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. એને લઇને રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
IMDએ શુક્રવારે પોતાના તાજા પૂર્વાનુમાનમાં ફરીથી એલર્ટ જાહર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે 26, 27 અને 28 જુલાઈએ મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ પડ શકે છે. ત્યારે મુંબઈને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDના એક અધિકારીએ કહ્યું, આગામી કેટલાંક દિવસમાં ભારે અને મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત મુંબઈની સાથે સાથે પાલઘન અને રાયગઢ જિલ્લા માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. થાણે અને રત્નાગિરી જિલ્લાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ રીતે હવામાન વિભાગમાંથી માહિતી મળી રહી છે કે મુંબઈના લોકોને હજુ વરસાદમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતા નથી.
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પૂર્વોત્તર ભારત, ઓડિશા, તેલંગાણા, ગુજરાત અને રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. લદ્દાખ, સૌરાષ્ટ્ર અને કચ્છ આંતરિક કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશના વિદર્ભ અને કોંકણ અને ગોવાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઓડિશામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે .
યુપીમાં ચોમાસું હવે વિરામ લીધા બાદ ફરી સક્રિય થઈ રહ્યું છે. આગામી કેટલાક કલાકોમાં યુપીના તમામ જિલ્લાઓમાં ફરી વાદળો છવાઈ જશે અને વાતાવરણ ખુશનુમા બની જશે. ચોમાસું સક્રિય થયા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં સારા વરસાદની અપેક્ષા છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સવારે ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. આગામી 24 કલાક દરમિયાન હવામાન ગરમ અને અસ્વસ્થતા રહેશે. આગ્રા, પ્રયાગરાજ, અમેઠી, ઔરૈયા, બદાઉન, બલરામપુર, બાંદા અને કેટલાક સ્થળોએ તેજ પવન વરસાદ પડશે.