Olympics 2024: ભારતની મહિલા તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી, ભારત 1983 પોઈન્ટ સાથે ચોથા સ્થાને

indian-women-acchery-team

ભારતીય ખેલ જગત માટે ખુશીની વાત છે કે તીરંદાજીમાં ભારતીય મહિલા ટીમને ક્વાર્ટર ફાઇનલમાં સીધી જ એન્ટ્રી મળી ગઈ છે.

ભારત 117 ખેલાડીઓની ટુકડી સાથે પેરિસ ઓલિમ્પિકમાં પ્રવેશી રહ્યું છે. કેટલાક એથ્લેટ્સ ઓલિમ્પિકમાં પ્રથમ વખત રમી રહ્યા છે, જ્યારે કેટલાક વિશ્વભરના સૌથી મોટા રમતગમતમાં છેલ્લી વખત રમશે. કેટલીક રમતોમાં ભારત ઓલિમ્પિકમાં પાવરહાઉસ માનવામાં આવે છે.

તીરંદાજીમાંમાં ભારતને પ્રથમ સફળતા મળી ચૂકી છે. ગુરુવારે મહિલા તીરંદાજીનો રેન્કિંગ રાઉન્ડ શરૂ થયો છે. ભારતીય ટીમ આ રાઉન્ડમાં ચોથા ક્રમે રહી હતી. તેણે 1983 પોઈન્ટ બનાવ્યા. આ સાથે જ ભારતીય તીરંદાજી ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જો ભારતીય મહિલા ટીમ ક્વાર્ટર ફાઈનલનો અડચણ પાર કરી લે છે તો તેને સેમિફાઈનલમાં મજબૂત કોરિયન ટીમનો સામનો કરવો પડી શકે છે. કોરિયન ટીમ ત્રણ વર્ષ પહેલા ટોક્યોમાં સતત નવમો મેડલ જીતીને ઓલિમ્પિકમાં અજેય રહી છે.

ટીમ ઈવેન્ટમાં ભારત 1983 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે જ્યારે દક્ષિણ કોરિયા 2046 પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારતની મહિલા તીરંદાજી ટીમમાં દિપીકા કુમારી, ભજન કૌર, અંકિતા ભકત જેવી એથ્લિટસનો સમાવેશ થાય છે. તેમણે 1983 પોઈન્ટ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું અને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. સાઉથ કોરિયન ટીમે ટોપ કર્યું હતું અને તેઓના પોઇન્ટ્સ 2046 રહ્યા હતા.

મહિલા તીરંદાજીમાં પ્રથમ સેટમાં ભારતીય તીરંદાજ અંકિતા ભકતનો સ્કોર 54 પોઈન્ટ રહ્યો હતો અને તે 22માં સ્થાને રહી હતી. ત્યાર બાદ દિપીકા કુમારીએ 51 પોઈન્ટ સ્કોર કર્યા હતા અને તે 51મા ક્રમે રહી હતી. જ્યારે ભજન કૌરે 51 પોઈન્ટ સ્કોર કરીને 52માં સ્થાને રહી હતી. બીજા સેટમાં અંકિતા અને કૌરનો સ્કોર વધારે સારો રહ્યો હતો અને તેઓ 7માં અને 41માં ક્રમે રહ્યા હતા. દિપીકા કુમારી 36માં ક્રમે રહી હતી.

મહિલા તીરંદાજ અંકિતા ભક્તે પેરિસ ઓલિમ્પિક્સની મહિલા વ્યક્તિગત રિકર્વ ક્વોલિફિકેશનમાં અનુભવી દીપિકા કુમારીને પાછળ છોડીને ભારતીયોમાં 11મું સ્થાન મેળવ્યું હતું. તમામ 12 સેટ બાદ દિપીકા 23માં, અંકિત 11માં અને કૌર 22માં ક્રમે રહી હતી અને ભારતની ટીમ 4થા ક્રમે રહી હતી. જેના કારણે ટીમને સીધી જ ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મળી ગઈ હતી.