બજેટ બાદ ત્રણ દિવસમાં સોનું 5 હજાર અને ચાંદી 6 હજાર રુપયા સસ્તી થઈ

Gold

​​​​​​બજેટમાં આ વખતે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી 15%થી ઘટાડીને 6% કરવામાં આવી છે. જેના કારણે તેની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજેટના બે દિવસ બાદ એટલે કે આજે 25 જુલાઈએ સોનું રૂ.974 ઘટીને રૂ.68,177 પર આવી ગયું છે. 23 જુલાઇએ રૂ.3616 અને 24મી જુલાઇએ રૂ.451નો ઘટાડો થયો હતો.

બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ 3 દિવસમાં સોનું રૂ.5,000 અને ચાંદી રૂ.6,400 સસ્તી થઈ ગઈ છે. આજે ચાંદી 3061 રૂપિયા ઘટીને 81,801 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. સરકારે બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી છે. જેના કારણે ભાવમાં આ ઘટાડો થયો છે.

આ વર્ષની શરૂઆતમાં સોનાનો ભાવ રૂ. 63,352 પર હતો. જે અત્યારે 68,177 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે વર્ષની શરૂઆતમાં ચાંદીનો ભાવ 73,395 રૂપિયા પ્રતિ કિલો હતો. જે અત્યારે 81,801 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. આમ આ વર્ષેમાં સોનાના ભાવમાં 4,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે અને ચાંદીમાં 8,400 રૂપિયાનો વધારો થયો છે.

જાણો આજના સોના અને ચાંદીનાં ભાવઃ-

  • દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 64,150 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 69,950 રૂપિયા છે.
  • મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 64,000 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 69,820 રૂપિયા છે.
  • કોલકાતા: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 64,000 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 69,820 રૂપિયા છે.
  • ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 64,300 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 70,150 રૂપિયા છે.
  • ભોપાલ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 64,050 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 69,850 રૂપિયા છે.