ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ કરતાં જ વિમાન થયુ ક્રેશ
નેપાળની રાજધાની કાઠમંડુમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. આજે સવારે 11 વાગ્યે નેપાળના કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે. પ્લેન ક્રેશનો વીડિયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
https://x.com/Sudanshutrivedi/status/1816044200343007365/video/1
સૌર્યા એરલાઈન્સની આ ફ્લાઈટ કાઠમાંડુથી પોખર જઈ રહી હતી. કાઠમડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. જેમાથી 18 લોકોના મોત થયા છે. જ્યારે પાઇલટને ગંભીર ઈજા થઈ છે. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
https://x.com/ANI/status/1815994785536303571
દુર્ઘટના પછી પ્લેનમાં આગ લાગી હતી. દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ અને સુરક્ષા કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. કાઠમંડુ વેલી પોલીસના જણાવ્યા અનુસાર, આગને કાબુમાં લેવાનો પ્રયાસો ચાલુ છે, જ્યારે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.